Vadodara

એસએસજીના નવા વોર્ડમાં તબીબો બેટરીના સહારે,દર્દીઓ સહિત પરિવારજનોને પણ હાલાકી

તતાકાલિક સારવાર વિભાગનું વિસ્તરણ,16 બેડના એરકન્ડિશનર વોર્ડના પ્રારંભ બાદ જનરેટરનો અભાવ

વીજળી ગુલ થતા ફરજ પર હાજર સ્ટાફને બેટરીના અજવાળે દર્દીની સારવાર કરવાની પડી ફરજ

( પ્રતિનિધી )વડોદરા,તા.5

દર્દીઓની સુવિધા માટે તાત્કાલિક સારવાર વિભાગનું વિસ્તરણ કરી 16 બેડનો નવો એરકન્ડિશનર વોર્ડ શરૂ તો કર્યો પણ જનરેટરના અભાવે લાઈટ ગુલ થતા સયાજી હોસ્પિટલના તબીબોને બેટરીના અજવાળે દર્દીઓની સારવાર સહિતની કામગીરી કરવાની ફરજ પડી હતી.

મધ્ય ગુજરાતની સૌથી મોટી અને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે દિન પ્રતિદિન દર્દીઓનો ધસારો વધવા માંડ્યો છે. વડોદરા શહેર જિલ્લા રાજ્ય અને રાજ્ય બહારથી પણ દર્દીઓ એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે આવતા હોય છે. ત્યારે આ ધસારાને પહોંચી વળવા માટે લાભ પાંચમના શુભ દિવસે તાત્કાલિક સારવાર વિભાગનું વિસ્તરણ કરીને 16 બેડનો એક નવા એર કન્ડિશનર વોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. જોકે આ નવો વોર્ડ શરુતો કરવામાં આવ્યો પણ સંકલનના અભાવે ઉતાવળા આયોજનને પગલે કેટલીક તૃટી રહી જતા દર્દીઓને હાલાકી વેઠવાની ફરજ પડી હતી. એરકન્ડિશનર વોર્ડ માટે જનરેટર મુકવામાં નહીં આવતા આજે લાઈટ ગુલ થઈ હતી. જેના કારણે દર્દીઓને લાવવા લઈ જવા સહિત સારવાર માટે તબીબો અને ફરજ પરના સ્ટાફને બેટરીનો સહારો લેવાની ફરજ પડી હતી. થોડા સમય બાદ વીજ પુરવઠો પુનઃ કાર્યરત થતા તબીબો, દર્દીઓ અને તેમના સ્વજનો સહિત કર્મચારીઓએ રાહત અનુભવી હતી.

Most Popular

To Top