ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકની બોટલ તથા કવાર્ટર નંગ 442 કિ. રૂ.3,00,708, ટુ વ્હીલર-કિ.રૂ.1,00,000 તથા SX-4 ગાડી નં.જીજે-09-એએચ-4950 ની કિ રૂ.3,00,000 મળી કુલ રૂ.7,00,708 ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો
(પ્રતિનિધિ) વડોદરા તા. 09
લોકલ ક્રાઇમ બ્રાન્ચે માહિતીના આધારે કારમાં લઈ જવાતા ભારતીય બનાવટના અંગ્રેજી દારુના રૂ. 3,00,708 જથ્થા સાથે એક ટુ વ્હીલર અને ફોર વ્હીલર મળી કુલ રૂ 7,00,708 નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ કર્મીઓ ને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે આધારે મોક્સી ગામ ખાતે રહેતા શૈલેષભાઇ બુધાભાઇ માળીએ એક કાર SX4 ગાડી નં. જીજે -09-એ એચ -4950મા ભારતીય બનાવટના અંગ્રેજી દારુનો જથ્થો મંગાવ્યો છે જેના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં દૂરથી પોલીસને જોઇને અંધકારનો લાભ લ ઇ શૈલેષભાઇ માળી તથા અન્ય ઇસમો ગાડી મૂકી ફરાર થઇ ગયા હતા.સ્થળ પરથી મળેલ ગાડીમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના પ્લાસ્ટિકના બોટલ અને ક્વાટરીયા નંગ 442 જેની આશરે કિંમત રૂ 3,00,708, ગાડી નંબર જીજે -09-એ એચ -4950 જેની અંદાજે કિંમત રૂ 3,00,000 તથા એક ટુ વ્હીલર બર્ગમેન જેની આશરે કિંમત રૂ 1,00,000 મળીને કુલ રૂ 7,00,708 નો મુદ્દામાલ ઝડપી પાડી ભાદરવા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ગુનામાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.