Vadodara

એલ એન્ડ ટી સર્કલ ખાતે એસ.ટી.બસે ત્રણ વાહનોને અડફેટે લેતાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત…

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ એન્ડ ટી સર્કલ પાસે મંગળવારે રાત્રે દસ કલાકની આસપાસ વડોદરાથી પાદરા ઇન્ટરસિટી એસ.ટી.બસે વીઆઇપી રોડ તરફથી પૂરપાટ ઝડપે આવી એક સાથે ત્રણ ગાડીઓને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં એક બાળક, એક મહિલા તથા એક કાર ચાલકને ઇજા થતાં તેઓને તાત્કાલિક એલ એન્ડ ટી સર્કલ નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બસના ડ્રાઇવર પાસે લાયસન્સ પણ ન હોવાનું અને ડ્રાઇવરે નશો પણ કર્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા જ્યારે બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર બનાવને પગલે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતાં હરણી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ડ્રાઇવર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી બીજી તરફ ટ્રાફિક પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકને ક્લિયર કરાવ્યું હતું.


બસના ડ્રાઇવરે પૂછપરછ દરમિયાન બસની બ્રેક ઓછી લાગવાને કારણે અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top