Vadodara

એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસીઝની Illuminate 4.0 એ વડોદરામાં એન્જિનિયરિંગ માટે ટકાઉ ભવિષ્યની પ્રેરણા આપી

વડોદરા, 11 ઓક્ટોબર, 2025

એઆઈ, ડિજિટલ અને ઈઆરએન્ડડી કન્સલ્ટિંગ સર્વિસીઝમાં વૈશ્વિક અગ્રણી એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસીઝે (BSE: 540115, NSE: LTTS) પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (પીડીઈયુ) સાથેની ભાગીદારીમાં વડોદરામાં તેની ફ્લેગશિપ પહેલની ચોથી એડિશન illuminate નું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલી આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગના પ્રોફેશનલ્સ સહિતના 1,000 લોકો હાજર રહ્યા હતા જે સૌ આ વર્ષની થીમ Smart Industry, Sustainable Future: Engineering Innovation for India’s Next Leap અંગે ચર્ચા કરવા માટે એકત્રિત થયા હતા.

આ ઇવેન્ટમાં ભારતના કેટલાક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજી નિષ્ણાંતોએ ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી હતી. નીતિ આયોગના સભ્ય તથા ડીઆરડીઓના ભૂતપૂર્વ વડા ડો. વી કે સારસ્વત તથા એનર્જી સ્વરાજ ફાઉન્ડેશનના સ્થાપક ડો. ચેતન સોલંકી જેવા મુખ્ય વક્તાઓએ એન્જનિયરિંગના ભવિષ્ય અંગે પોતાના પરિપ્રેક્ષ્યો રજૂ કર્યા હતા. ડો. સારસ્વતે જણાવ્યું હતું કે ભારતે મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજીમાં ગ્લોબલ લીડર બનવા માટે આયાતો પરની નિર્ભરતા ઘટાડવી પડશે, એઆઈ સંચાલિત સ્માર્ટ પ્રોસેસીસ અપનાવવી પડશે અને ઉત્પાદનને વધારવું પડશે. તેમણે ભારતની વ્યૂહાત્મક ક્ષમતાઓ તથા વૈશ્વિક સ્પર્ધાત્મકતા મજબૂત બનાવવા માટે સ્વદેશી નવીનતાઓ તથા ટકાઉ ઉત્પાદન પદ્ધતિઓની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ડો. વી કે સારસ્વતે જણાવ્યું હતું કે ગ્લોબલ લીડર તરીકે ભારતના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આપણે સેમીકંડક્ટર્સ, રેર અર્થ મટિરિયલ્સ અને રિન્યૂએબલ એનર્જી ટેક્નોલોજીસ જેવા મહત્વના સેક્ટર્સમાં આપણી ઉત્પાદન ક્ષમતાઓ વધારવા પર ધ્યાન આપવું જ પડશે. આપણી ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમમાં એઆઈ સંચાલિત સ્માર્ટ પ્રોસેસીસ ઉમેરવાથી ન કેવળ ઉત્પાદકતા તથા કાર્યક્ષમતામાં વધારો થશે પરંતુ ઓપરેશનલ કોસ્ટમાં પણ ઘટાડો થશે. સ્વદેશી નવીનતાને પ્રોત્સાહન આપીને અને ટકાઉ ઉત્પાદન પ્રથાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને આપણે આયાત પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકીએ છીએ અને ભારતની વ્યૂહાત્મક ક્ષમતાઓ વધારી શકીએ છીએ. આ વ્યાપક અભિગમ આધુનિક ટેક્નોલોજીના મામલે આપણા દેશની મોખરે રાખશે તથા ઝડપથી વિકસી રહેલા વિશ્વમાં ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતા તથા સ્થિતિસ્થાપકતા મજબૂત કરશે.

ડો. ચેતન સોલંકીએ સૌર ઊર્જા અને ટકાઉ વપરાશ પ્રથાઓને મોટાપાયે અપનાવવાની હિમાયત કરી હતી અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા તથા ઊર્જા સ્વતંત્રતા મેળવવા માટે ઊર્જાના ઉપયોગને ઘટાડવા તેમજ રિન્યૂએબલ એનર્જી તરફ વળવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર તરીકે આપણે તાત્કાલિક સૌર ઊર્જા અપનાવવા તરફ વળવું જોઈએ અને જવાબદાર વપરાશને રોજની પ્રેક્ટિસ બનાવવી જોઈએ. પરંપરાગત ઊર્જાના આપણા વપરાશને ઓછો કરીને જ આપણે સાચા અર્થમાં ઊર્જા સ્વતંત્રતા હાંસલ કરી શકીશું અને ક્લાઇમેટ ચેન્જની અસરો સામે લડી શકીશું. રિન્યૂએબલ એનર્જી તરફ વળવું એ નવી ટેક્નોલોજી અપનાવવા કરતાં ઘણું વિશેષ છે. તે ટકાઉપણાની માનસિકતા અપનાવવા અને વધુ સારા ભવિષ્ય માટે સભાન પસંદગીઓ બનાવવા માટે અન્યોને પ્રેરણા આપવા વિશે છે.

પેટ્રોલિયમ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સમાં જાણીતા નિષ્ણાંત તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આરએન્ડડીના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડો. મધુકર ગર્ગે ઉત્સર્જન ઘટાડવામાં અને એનર્જી સેક્ટરમાં ટકાઉપણા તરફ આગળ વધવામાં ગ્રીન કાર્બન સોલ્યુશન્સ અને સર્ક્યુલર ઇકોનોમીના સિદ્ધાંતોની પરિવર્તનકારી સંભાવના પર પ્રકાશ પાડ્યો હતો.

એલટીટીએસ ખાતે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીના ચીફ સેગમેન્ટ ઓફિસર સુબ્રત ત્રિપાઠી દ્વારા સંચાલિત ફાયરસાઇડ ચેટ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતું. સેશન દરમિયાન, ડો. સારસ્વત, ડો. ગર્ગ, ડો. સોલંકી તેમજ પીડીઈયુના સ્કૂલ ઓફ ટેકનોલોજીના ડિરેક્ટર પ્રો. અનિર્બિદ સરકારે ઇવેન્ટની થીમને વિસ્તારી હતી તથા ભારતની પ્રગતિ માટે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ અને પર્યાવરણીય ટકાઉપણું બંનેને આગળ વધારવા માટે એડવાન્સ્ડ એન્જિનિયરિંગ કેવી રીતે આવશ્યક છે તેની ચર્ચા કરી હતી. ડો. સારસ્વતે સેમીકંડક્ટર, રેર અર્થ મટિરિયલ્સ અને રિન્યૂએબલ એનર્જી ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉત્પાદન વિશે વચર્ચા કરી કરી હતી અને ઉત્પાદકતા વધારવા તથા ખર્ચ ઘટાડવા માટે એઆઈ અને ડિજિટલ ટૂલ્સનો લાભ લેવા પર ભાર મૂક્યો હતો.

એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર અમિત ચઢ્ઢાએ આ કાર્યક્રમની સફળતા અંગે જણાવ્યું હતું કે વડોદરા ખાતે illuminate 4.0 દ્વારા અમારું લક્ષ્ય એક એવું પ્લેટફોર્મ બનાવવાનું હતું જે આજના એન્જિનિયર્સને આવતીકાલના ઇનોવેટર્સ સાથે જોડે. અમે જે ઉત્સાહ અને જોડાણ જોયું તે શ્રેષ્ઠતા અને ટકાઉ નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ કાર્યક્રમ ભારત અને વિશ્વ માટે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવા માટે આગામી પેઢીને પ્રેરણા આપવાના અમારા મિશનમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

આ કાર્યક્રમમાં યુવા સંશોધકો કાર્તિકેય હરિયાણી, શનિ પંડ્યા અને આદિત્ય શુક્લા દ્વારા ખાસ ટેક ટૉક પણ રજૂ કરવામાં આવી હતી, જેમણે ગ્રીન એનર્જી, શહેરી ટકાઉપણું અને સર્ક્યુલર ઇકોનોમીમાં અભૂતપૂર્વ કામગીરી રજૂ કરી હતી તથા ભવિષ્યના એન્જિનિયરિંગ પર ઇવેન્ટના ધ્યાનને વધુ મજબૂત બનાવ્યું હતું.

Most Popular

To Top