પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં લાયબ્રેરી ઓટોમેશન સિસ્ટમનો આરંભ
ઓટોમેશન સિસ્ટમ ફેકલ્ટીના સર્વાંગી વિકાસ માટે એક માઈલસ્ટોન સાબિત થશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.9
એમ.એસ.યુનિવર્સીટીની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમા નવા યુગની શરૂઆત થઈ હતી. જયારે લાઇબ્રેરી ઓટોમેશન સિસ્ટમનો આરંભ પ્રખ્યાત નૃત્ય વિદૂષી અને ભૂતપૂર્વ ડીન પ્રોફેસર ડો.પારુલ શાહના શુભહસ્તે કરવામાં આવ્યું હતું. જેના થકી હવેથી સંગીત, નૃત્ય અને નાટ્ય જેવી પર્ફોર્મિંગ આર્ટ્સ માટે સંશોધન અને પાઠ્યસામગ્રીની ઉપલબ્ધતા હવે વધુ વ્યાપક અને ઝડપી બની રહેશે,
નવી ઓટોમેશન સિસ્ટમ અંતર્ગત પુસ્તક ઇસ્યુ અને રિટર્ન પ્રક્રિયા, ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ, સભ્ય પોર્ટલ,રિમાઇન્ડર્સ, અને ઈ-બુક એક્સેસ જેવી મહત્વપૂર્ણ સેવાઓ હવે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ બનશે. આ નવી પહેલની ખાસિયત એ છે કે તે વિદ્યાર્થી અને શિક્ષક બંને માટે માહિતી પ્રાપ્તિની પ્રક્રિયાને સરળ, ઝડપભર્યુ અને પારદર્શક બનાવશે. પ્રો.ડો.પારુલ શાહે જણાવ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓમાં લાયબ્રેરી માત્ર પુસ્તકોનો ખજાનો નથી,પરંતુ તે સંશોધન અને જ્ઞાનના કેન્દ્ર તરીકે કાર્ય કરે છે.આવી ડિજિટલ પરિવર્તનલાયક પહેલો ફેકલ્ટીની શૈક્ષણિક યાત્રાને નવી ઊંચાઈ તરફ લઈ જશે. તેમણે ખાસ કરીને એ વાતનો ઉલ્લેખ કર્યો કે સંગીત, નૃત્ય અને નાટ્ય જેવી પર્ફોર્મિંગ આર્ટ્સ માટે સંશોધન અને પાઠ્યસામગ્રીની ઉપલબ્ધતા હવે વધુ વ્યાપક અને ઝડપી બની રહેશે. જે આગામી પેઢીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાસ્પદ બનાવશે. આ પ્રસંગે ઇન્ચાર્જ ડીન ડો. રાજેશ કેલકરે જણાવ્યું કે આ ઓટોમેશન સિસ્ટમ ફેકલ્ટીના સર્વાંગી વિકાસ માટે એક માઈલસ્ટોન સાબિત થશે. યુનિવર્સિટીના ડિજિટલાઇઝેશન વિઝનના અમલ રૂપે આ પહેલ અમારું મહત્વપૂર્ણ પાઉંઘપગ છે. આ કાર્યક્રમનું સંયોજન ડો.દિવ્યા પટેલ કો-ઓર્ડિનેટર અને ડો.નીતિન પરમાર સહ-કો-ઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ થયું હતું. પ્રસંગે ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના ઇન્ચાર્જી ડીન ડો.રાજેશ કેલકર, વિવિધ વિભાગોના વડાઓ,શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.