વડોદરા: વડોદરા શહેર જિલ્લા સહિત ગુજરાતભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો છે. ત્યારે વડોદરામાં જયાં જયાં સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા ત્યાંથી જૂના મીટરોના બોક્ષ કાઢી નવા મીટર બેસાડવા માં આવ્યા છે. ત્યારે માંજલપુર જીઇબી દ્વારા વાયરો અને જૂના મીટરો lના બોક્ષ રસ્તા પર ઢગલો કરી મૂકી દેવામાં આવ્યા છે. જીઇબી પાસે કોઈ સુરક્ષિત જગ્યા નથી કે ચોરોને આમંત્રણ આપવામાં આવતું હોય એવું લાગે છે.
માંજલપુર વિસ્તારના જૂના મીટરો કાઢી નવા સ્માર્ટ મીટરો બેસાડ્યા અને જૂના મીટરોના બોક્ષ અને એને લગતી વળગતી સામગ્રી રોડપર ખુલ્લીજ મૂકવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ રેલવે પોલીસે વાયરચોર ને પકડી પાડયો હતો. ત્યારે આ સવાલ થાય છે કે શું માંજલપુર જીઇબીના અધિકારી અને કર્મચારીઓને આ સરકારી સંપત્તિની કાંઈ જ પરવાં નથી?
આ સામગ્રી કેટલી જોખમી છે એ પણ અધિકારીઓને સમજાતું નથી? ગમે ત્યારે આ સામગ્રીમાં આગ લાગી શકે અને રહેણાંક વિસ્તારમાં કોઈ મોટી અને ગંભીર ઘટના પણ બની શકે છે. જો આવું કંઈ થાય તો એનું જવાબદાર કોણ?
એમજીવીસીએલની આ તે કેવી સ્માર્ટનેસ ! જૂના મીટરના બોક્સ માંજલપુરના રસ્તા પર રેઢા મૂકી દીધા
By
Posted on