25મી ઓક્ટોબર 2024 ના રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના શૈક્ષણિક અને સંશોધન વિભાગ દ્વારા માઇન્ડફુલનેસ પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માઇન્ડફુલનેસ, ક્યુરોસિટી, ભાવનાત્મક બુદ્ધિ, ગુસ્સાનું સંચાલન, શમા, સહાનુભૂતિ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.
માઇન્ડફુલનેસ એ વર્તમાન ક્ષણમાં પોતાની વિચારધારા, લાગણીઓ અને આજુબાજુના વાતાવરણ અંગે જાગૃત રહેવા અંગેનું માનસ છે. ક્યુરોસિટી નવા કુરલ માર્ગો બનાવવાથી મગજની ક્ષમતાનું પ્રદર્શન કરે છે. ધ્યાનના વિકાસ દ્વારા સકારાત્મક વિચારધારા અને લાગણીઓને હકારાત્મક રીતે માર્ગદર્શિત કરવામાં મદદ મળે છે.
ગુસ્સાનું સંચાલન માટે ઉદ્દેશે ગુસ્સા અને લાગણીઓને સમજવા, યોગ્ય રીતે પ્રદર્શિત કરવા, અને મનમાં શાંતિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. રોષને છોડવા સક્ષમ બનીને સુખમાં વધારો, સારી સંભાળ અને સુધારેલા સંબંધો તરફ દોરી શકાય છે.
કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉપસ્થિત વાઇસ ચાન્સેલર ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવ, રજીસ્ટ્રાર ડૉ. કે. એમ. ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉ. સરજુ પટેલ દ્વારા ઉપસ્થિત વાઇસ ચાન્સેલર ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવ, રજીસ્ટ્રાર ડૉ. કે. એમ. ચુડાસમાનું ફેલીસિટેશન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ વ્યક્તિઓને ડૉ. વિરલ કાપડિયાએ FDPની થીમ વિષય પર પ્રકાશ પાથર્યો હતો. વાઇસ ચાન્સેલર ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવે મહારાજા સયાજરાવ યુનિવર્સિટી ઓફ બરોડાને નવી ઊંચાઈ ઓ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને આધુનિક શિક્ષણ સાથે સાંકળી લેવાના પ્રો. શ્રી વાસ્તવના વિઝને સર્જનાત્મક નવીનતા અને માનસિક વિકાસને ઉતેજન આપ્યું છે. ડૉ. પ્રશાંત મુરુમકરે અંતે મહેમાનો અને સહભાગીઓને આભાર સાથે ઉદ્ઘાટન સમારંભનું સમાપન કર્યું. ઉદ્ઘાટન સમારંભ બાદ માઇન્ડફુલનેસ અને ક્યુરોસિટી સહિત વિવિધ પરંપરા અને આધુનિક કૌશલ્યોના સંકલન અંગે ચર્ચાઓ યોજવામાં આવી હતી.
એમએસયુ નાશૈક્ષણિક અને સંશોધન વિભાગ દ્વારા માઇન્ડફુલનેસ પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP)નું આયોજન
By
Posted on