Vadodara

એમએસયુ કેમ્પસમાં મહાકાય મગરની એન્ટ્રીથી દોડધામ

સાયન્સ ફેકલ્ટી પાછળથી આવ્યો 8–9 ફૂટનો મગર, રાત્રે ટોર્ચના અજવાળે રેસ્ક્યુ

વિશ્વામિત્રી નદીની કાંસ મારફતે કેમ્પસમાં ઘૂસ્યો મગર
(પ્રતિનિધિ) વડોદરા, તા.16
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરો માટે આશ્રય સ્થાન માનવામાં આવે છે. નદી સાથે જોડાયેલા નાળા અને કાંસ મારફતે શહેરના અનેક વિસ્તારોમાં મગરો દેખાતા હોવાના બનાવો અવારનવાર બનતા રહે છે. તેવી જ એક ઘટના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમએસયુ)ના કેમ્પસમાં સામે આવી છે. એમએસયુની સાયન્સ ફેકલ્ટી પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીની ભૂકી કાંસ મારફતે આશરે 8 થી 9 ફૂટનો મહાકાય મગર કેમ્પસ વિસ્તારમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતા યુનિવર્સિટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા ખાનગી સંસ્થાના યશ તડવી તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને વન વિભાગને જાણ કરતા ક્રોકોડાઇલ રેસ્ક્યુ વાન સાથે ટીમ યુનિવર્સિટી પહોંચી હતી. રાત્રિનો સમય અને અંધારું હોવાના કારણે ટોર્ચના અજવાળે ભારે જહેમત બાદ મગરને રસ્સા વડે બહાર ખેંચી પાંજરે પુરવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગમાં વિદ્યાર્થીઓ સંશોધન માટે આવતા હોય છે. સદનસીબે ઘટના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી સંભવિત જાનહાની ટળી હતી.
અવારનવાર મગરો દેખાતા હોવાના કારણે હવે આ કાંસને કોર્ડન કરી યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Most Popular

To Top