વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા નવા ઈનોવેશનની પ્રદર્શનની યોજાઈ
600 વિદ્યાર્થીઓ સહિત પ્રાધ્યાપકો શિક્ષકો વિવિધ ફેકલ્ટીના ડીન હાજર રહ્યા
( પ્રતિનિધી )વડોદરા,તા.13
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ખાતે સ્વદેશી જાગરણ મંચ તથા સ્વાવલંબી ભારત અભિયાન અને મહારાજા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસએસઆઈપી સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ઈનોવેશનની એક પ્રદર્શનની પણ મૂકવામાં આવી હતી.
સ્વદેશી જાગરણ મંચના કાશ્મીરી લાલજી રાષ્ટ્રીય સંગઠક, મનોહરલાલ અગ્રવાલ ક્ષેત્ર સંગઠક, જીતેન્દ્ર ગુપ્તા રાષ્ટ્રીય સહ સંગઠક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડો.ધનેશ પટેલ, હાર્દિકભાઈ વાછાણી સ્વાવલંબી ભારત અભિયાન પ્રદેશ સમન્વયક ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મનહરલાલ અગ્રવાલ કશ્મીરી લાલજી જેવા મહાનુભાવોનું માર્ગદર્શન વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો સ્ત્રીઓને મળ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજિત 600 જેટલા વિદ્યાર્થી સ્વાવલંબી ભારત અભિયાન અને સ્વદેશી જાગરણ મંચના કાર્યકર્તાઓ તેમજ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો શિક્ષકો તેમજ બધી જ ફેકલ્ટીના ડીન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીમા ચાલતા SSIP સેન્ટરમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ઈનોવેશનની એક પ્રદર્શનની પણ ખુલ્લી મૂકવામાં આવી હતી. જેનું ઉદઘાટન અતિથિઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેમને આ પ્રદર્શનીમાં કયા પ્રકારનું ઇનોવેશન કરવામાં આવ્યું છે. તેનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું તેમજ આવેલા અતિથિઓ દ્વારા બધા જ ઈનોવેટરને શુભેચ્છા તેમજ ભવિષ્યમાં આગળ વધવા માટેની પ્રેરણા આપી હતી.