Vadodara

એમએસયુમાં શાહુડીનો આતંક યથાવત

માઈક્રોબાયોલોજી એન્ડ બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ પાસે વધુ એક શ્વાનનો શિકાર કર્યો

અગાઉની જેમ મસ્તક લઈ જઈ માત્ર ધડજ રહેવા દીધું

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

એમ.એસ.યુનિવર્સિટીમાં શાહુડીનો આતંક વધી રહ્યો છે અને બે મહિનામાં શાહુડી દ્વારા બીજા એક કુતરાનો શિકાર બનાવ્યો છે. જેને લઈ સાયન્સ ફેકલ્ટીની માઈક્રો બાયોલોજી ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોમાં ભયનો માહોલ ફેલાયો છે.

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં શાહુડીનો આતંક જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટી એક્સપરિમેન્ટલ સ્કૂલ પાછળ આવેલી બિલ્ડિંગમાં જાન્યુઆરી મહિનામાં કુતરીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. ત્યારે શાહુડીએ બે બચ્ચાના મસ્તક ધડથી અલગ કરી દીધા હતા અને મસ્તક લઈ જઈ સ્થળ પર ખાલી ધડજ રહેવા દીધું હતું અને હજી પણ ત્યાં એક નાનું બચ્ચું ગાયબ હતું. ત્યારે બે મહિના બાદ સાયન્સ ફેકલ્ટીની માઈક્રો બાયોલોજી ખાતે એક કૂતરાને શાહુડીએ પોતાનો શિકાર બનાવ્યો હતો અને પહેલાની જેમ જ માત્ર ધડ જ રહેવા દીધું હતું. ત્યારે માઈક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ભય અનુભવી રહ્યા છે અને વન વિભાગમાં શાહુડીને પકડવાની અરજી પણ કરશે. આ અંગે માહિતી આપતા વિદ્યાર્થી રાજ ટોપાણીએ જણાવ્યું હતું કે,સવારે અમે આવ્યા ત્યારે એક કૂતરું મૃત હાલતમાં જોવા મળ્યું હતું. એના ધડ ઉપર કોઈએ દબોચી લીધું હતું. અને ખૂબ દુર્ગંધ આવી રહી હતી. જેથી અમે અહીંના સિક્યુરિટી સ્ટાફના હાર્દિકભાઈ જે સંસ્થા સાથે સંકળાયેલા છે તેઓને કોલ કરી બોલાવ્યા હતા. જેથી તેઓ આવ્યા હતા અને તપાસ કરી તો કીધું કે શાહુડીએ હુમલો કર્યો છે. અગાઉ અમે જાતે અહીંયા શાહુડીને જોઈ હતી. રોજ સાંજે અમે અહીં લેબમાં વર્ક કરતા હોઈએ છે. તો અમને પણ બીક રહેતી હોય છે. આની પહેલા પણ આવો બનાવ બન્યો હતો. અમને બીક લાગી રહી છે કે અમારી પર તે હુમલો કરી ન દેય.

Most Popular

To Top