


( પ્રતિનિધિ )વડોદરા,તા.13
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટી ખાતે બીબીએ એસોસિએશન દ્વારા બીફોર ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમીને પતંગો ઉડાવી ઉતરાયણ પર્વની મોજ માણી હતી.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની બીબીએ ફેમલ્ટી ખાતે બીબીએ એસોસિયેશન દ્વારા બીફોર ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ ડીજેના તાલે મોજમસ્તી કરી પતંગો ઉડાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં ફેકલ્ટીના એસોસિયેટ ડાયરેકટર કે આર બડોલા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડો. અર્ચના ફૂલવાડી, પ્રોફેસરો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પતંગો ચકાવી ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. ઉતરાયણનો પર્વ ખુશીઓનો તહેવાર છે, જેમાં લોકો ભેગા મળી આનંદ અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરતા હોય છે. આ દિવસે લોકો આકાશમાં પતંગ ચકાવે છે. ઉત્તરાયણ એક એવો તહેવાર છે, જે લોકોને એકબીજાની નજીક લાવે છે ખુશીઓ વહેંચે છે. ઉત્તરાયણમાં લોકો ભાતભાતના રંગબેરંગી ડિઝાઇન વાળા પતંગો ચગાવે છે અને તેમની કલા અને કૌશલ્યનું પ્રદર્શન કરે છે,આ ઉપરાંત તલ ગોળ અને ચણા અને ગોળનો બનેલો સ્વાદિષ્ટ નાસ્તો પણ કરીને આ તહેવારનો આનંદ માણતા હોય છે. ત્યારે, બીબીએ ફેકલ્ટીમાં આયોજિત આ બીફોર ઉતરાયણ પર્વમાં વિદ્યાર્થીઓ ફેકલ્ટીના સંચાલકો અને પ્રધ્યાપકોએ ભેગા મળીને ડીજેના તાલે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.