Vadodara

એમએસયુમાં નવા વીસી પ્રો.બી.એમ.ભણગેએ સત્તાવાર ચાર્જ સંભાળ્યો

( પ્રતિનિધિ )વડોદરા,તા.2

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નવા વીસી પ્રો.બી.એમ.ભણગે એ સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. પ્રોફેસર બી.એમ. ભણગેએ વાઇસ ચાન્સેલર તરીકે પદગ્રહણ કરતા પૂર્વ ઈન્ચાર્જ વીસી પ્રો. ધનેશ પટેલ અને રજીસ્ટ્રાર કે.એમ.ચુડાસમા દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા.

વિશ્વ વિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં પૂર્વ વીસી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવનું સરકારે રાજીનામું લીધા બાદ વીસી તરીકેનો નો ચાર્જ સાયન્સ ફેકલ્ટીના ડીન હરીશ કટારીયાને સોંપવામાં આવ્યો હતો અને પ્રોફેસર હરીશ કટારીયાની વીસી તરીકે બઢતી થતા અત્યાર સુધી વીસી તરીકેનો હવાલો ડોક્ટર પ્રો.ધનેશ પટેલ પાસે હતો. જોકે આ દરમિયાન રાજ્ય સરકાર માંથી નવા વીસી તરીકે પ્રોફ.ડો. ભાલચંદ્ર મહાદેવ ભણગેના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે, નવા વીસીનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, આ વિવાદ વચ્ચે આજે પ્રોફેસર બી.એમ.ભણગે એ વીસી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. યુનિવર્સીટીના પૂર્વ ઈન્ચાર્જ વીસી ડોક્ટર ધનેશ પટેલ અને રજીસ્ટાર કે એમ ચુડાસમાએ નવા વીસીને પુષ્પગુચ્છ આપી આવકાર આપ્યો હતો. આ સાથે પ્રોફેસર અને વિવિધ ફેકલ્ટીના ડીન પણ હાજર રહ્યા હતા પ્રોફેસર ધનેશ પટેલ આઠ મહિના સુધી ઇન્ચાર્જ વીસી તરીકે કાર્યરત હતા પણ નવા વીસીએ યુનિવર્સિટી, વિદ્યાર્થીઓની સાથે સાથે સમાજમાં પણ સારો સંદેશો જવો જોઈએ તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top