Vadodara

એમએસયુમાં ખાનગી યુનિવર્સીટીને ફાયદો કરાવવા પ્રોફેસરોની નિમણુંક કરવામાં નહીં આવતી હોવાના આક્ષેપ

એમએસયુમાં ટેમ્પરરી પ્રોફેસરોની ભરતી નહિ થતા વિદ્યાર્થીઓને હાલાકી :

વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન :

( પ્રતિનિધી ) વડોદરા,તા.21

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ટેમ્પરરી પ્રોફેસરોની નિમણૂક કરવામાં નહીં આવતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થી સંગઠન એએસયુ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરી રજીસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી.

વિદ્યાર્થી સંગઠન એએસયુ ગ્રુપના ભગવાન દેસાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી આર્ટ્સ ફેકલ્ટીમાં ક્લાસો શરૂ થઈ ગયા છે, પણ અભ્યાસ કરાવવા માટે પ્રોફેસર નથી આવી રહ્યા. ઘણા સમયથી આ તકલીફ છે. એચઓડી પાસે ગયા હતા ત્યારે અમને ખબર પડી હતી કે હજી સુધી તો પ્રોફેસરોને નિયુક્ત કરવામાં આવ્યા નથી. જે ટેમ્પરરરી આસિસ્ટન્ટ પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવે અને એમને જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરફથી લેટર આપવામાં આવે એ એપોઇન્ટમેન્ટ લેટર પણ હજી સુધી આપવામાં આવ્યો નથી. અગાઉ ઘણા બધા પ્રોફેસર અભ્યાસ કરાવવા આવતા હતા પણ એમને એપોઇન્ટમેન્ટ લેટર નહીં મળતા સેલેરી નહીં મળતા તેઓ વિદ્યાર્થીઓને ભણાવવાનું બંધ કરીને જતા રહ્યા હતા. આ સિવાય યુનિવર્સિટીની આરકિયોલોજી સોશિયોલોજી પોલિટિકલ સાયન્સ ફિલોસોફી ત્યાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ લોકોને આ ડિપાર્ટમેન્ટ બંધ કરવા છે અને ખાનગી યુનિવર્સિટી નો ફાયદો કરાવવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બાકી આટલા વર્ષોથી આવી સમસ્યાઓ ઉદભવી નથી.

દરેક વિભાગોમાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. ક્લાસો વિદ્યાર્થીઓથી ભરેલા રહે છે, પણ લેક્ચરર્સ આવતા નથી. તો ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવાનું બંધ કરો અને યુનિવર્સિટીમાં જલ્દીમાં જલ્દી ટેમ્પરરરી પ્રોફેસરોને ભરતી કરો. સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો ત્યાં સુધીમાં પ્રોફેસરોની ભરતી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખીને ધરણા કરીશું. તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

Most Popular

To Top