પ્રો.ભાલચંદ્ર મહાદેવ ભાણગે,રસાયણશાસ્ત્ર વિભાગ, ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી, મુંબઈમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા
અગાઉ પ્રો.વિજયકુમારે રાજીનામુ આપતા ઈ.વીસી તરીકે પ્રો.ધનેશ પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો હતો
( પ્રતિનિધી )વડોદરા,તા.21
લાંબા અંતરાલ બાદ એમ.એસ.યુનિવર્સીટીને નવા વાઈસ ચાન્સેલર મળ્યા છે. ગુજરાત સરકારે મુંબઈના ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીના પ્રો. ભાલચંદ્ર મહાદેવ ભાણગેને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પાંચ વર્ષ માટે નિયુક્ત કર્યા છે.
ગુજરાત સરકાર, ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023ની કલમ 10(4) હેઠળ, પ્રો.ભાલચંદ્ર મહાદેવ ભાણગે, પ્રોફેસર, રસાયણશાસ્ત્ર વિભાગ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી, મુંબઈને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરાના કુલપતિ તરીકે પાંચ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ જેવો પૂર્વ વીસી હતા. જ્યાથી તેમણે વાઈસ ચાન્સેલર તરીકે નો પદભાર સંભાળ્યો હતો. ત્યારથી જ તેઓ વિવાદમાં સપડાયા હતા. યુનિવર્સિટીના જ પ્રોફેસર સતીશ પાઠકે તેમની લાયકાતને હાઇકોર્ટમાં પડકારી હતી. જ્યાં તેમને જોખવું પડ્યું હતું અને રાજીનામું આપી દીધું હતું. જે બાદ ઇન્ચાર્જ વીસી તરીકે પ્રોફેસર ધનેશ પટેલને પદભાર સોંપવામાં આવ્યો હતો. જોકે આખરે લાંબા સમયના અંતરાલ બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીને નવા વીસી મળ્યા છે.