સ્કૂલ મેનેજમેન્ટના વિરુદ્ધમાં વાલીઓએ બેઠક કરી : લડત આપવા તૈયાર
સ્માર્ટ ક્લાસ, ડિજિટલ એપ, ડાન્સ આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક સહિત કોઈ પણ વસ્તુને અધર એક્ટિવિટી ના કહેવાય : અલ્પેશ ભાઈ પટેલ
( પ્રતિનિધી )વડોદરા,તા.13
વડોદરા શહેરના હરણી રોડ ઉપર આવેલી બ્રાઇટ ડે સીબીએસસી સ્કૂલ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અધર એક્ટિવિટીના નામે ફીના સર્ક્યુલર લઈને વાલીઓમાં નારાજગી ફેલાઇ છે. શનિવારે વાલીઓએ ભેગા થઈ બેઠક કરી હતી. જેમાં સ્કૂલ મેનેજમેન્ટ સાથે વાત કરી જો આ નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગર સુધી રજૂઆત અને લડત આપવાની તૈયારી દર્શાવી હતી.

બ્રાઇટ ડે સ્કૂલ સીબીએસસીના વાલીએ જણાવ્યું હતું કે, ખબર છે કે, ગયા વર્ષનું, આ વર્ષ અને આવતા વર્ષ એમ ત્રણ વર્ષની ફી એફઆરસી નક્કી કરે છે. ગયું વર્ષ તો પતી ગયું અને આ વર્ષ પણ અડધું બાકી છે. હવે ઓર્ડર થયા પછી એમની માંગણી મુજબની ફી મળ્યા પછી પણ સ્કૂલની માંગણી છે કે 1500 રૂપિયા અધર એક્ટિવિટી ના અને 500 ડિજિટલ એપના માંગણી કરી રહ્યા છે. એટલે બધા વાલીઓનો ફૂલ આક્રોશ છે અને વાલીઓનું કહેવું છે. અધર એક્ટિવિટી બીજી 50 સ્કૂલો કરાવે છે અને એના પૈસા તો અમે ભરીએ છીએ. તો આ કઈ નવી એક્ટિવિટીઓ છે જે સ્કૂલ કરાવવાની છે. જેના પૈસાની માંગણી કરી છે અને બીજી વસ્તુ કે એફઆરસીના નિયમ પ્રમાણે એફઆરસીએ કહ્યું છે કે, એજ્યુકેશન લગતી કોઈપણ વસ્તુને અધર એક્ટિવિટીમાં ગણાય નહીં. જેમાં કે, સ્માર્ટ ક્લાસ છે, ડિજિટલ એપ, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, મ્યુઝિક આવી કોઈ પણ વસ્તુને અધર એક્ટિવિટી ના કહેવાય. કારણ કે એ એક સ્કૂલનો સબ્જેક્ટ છે. એના રેગ્યુલર પિરિયડ થાય છે અને દરેક છોકરાઓને એ પિરિયડ એટેન્ડ કરવાના હોય છે. એટલે ઓપ્શનલ છે જ નહીં. એને અધર એક્ટિવિટી ગણવામાં આવે જ નહીં. એટલે એ પૈસા ભરાય નહીં. જેની સામે તમારો સખત વિરોધ છે. હજી પણ અમે એક વખત કુલ મેનેજમેન્ટ સાથે વાતચીત કરીશું. જો સ્કૂલ સર્ક્યુલર નિર્ણય વહેલી તકે પાછો નહીં ખેંચે તો અમારા બધા વાલીઓની તૈયારી છે કે, અમારે ગાંધીનગર જવું પડે તો પણ અમે જવા તૈયાર છીએ અમારી છેક સુધીની તૈયારી છે.