આશરે 73000ની કિંમતના મોબાઇલ ફોન ની ચોરી અંગેની કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 29
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા ચાર મિત્રો ગત તા. 26મી જાન્યુઆરીના રોજ સવારે સાડા છ થી સવા સાત દરમિયાન દરવાજો ખુલ્લો રાખીને સુઇ ગયા હતા તે દરમિયાન આશરે રૂપિયા 73,000ની કિંમતના ચાર મોબાઇલ ફોન ચોરાઈ ગયા હતા જેની ફરિયાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં કરાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરમાં ધોળા દિવસે હવે ચોરીની ઘટનાઓ બનવા લાગી છે.શહેરમા દિવસ દરમિયાન મકાન બંધ કરીને જવું અથવા તો મકાનનો દરવાજો ભૂલથી ખુલ્લો રાખવામાં હવે જોખમ રહેલું છે.શહેરમા ગુનેગારોને પોલીસ કે કાયદાનો ડર રહ્યો ન હોય તેવું જણાય છે.શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં મકાન નંબર એચ -33મા ત્રૃષભભાઇ લલીતકુમાર મખીજા, વિજયભાઇ શર્મા,નિરંજન પવાર,સચિન જાદવ અને ગોવિંદ વર્મા સાથે ભાડેથી રહે છે અને છેલ્લા એક વર્ષથી નાગરવાડા ચારરસ્તા પાસે આવેલા મહારાષ્ટ્ર ઓટો ઇલેક્ટ્રિકલમા એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. રૂષભભાઇએ વર્ષ -2024મા એપ્પલ -15 કંપનીનો મોબાઇલ ફોન ખરીદ્યો હતો. ગત તા. 26મી જાન્યુઆરીના રોજ તેઓ મિત્રો સાથે સવારે સાડા છ થી સવા સાત વાગ્યાના અરસામાં એપાર્ટમેન્ટ નો મુખ્ય દરવાજો ખુલ્લો મૂકીને સુઇ ગયા હતા તે દરમિયાન દરેકના ફોન પલંગ ઉપર મૂકેલા હતા.સવારે સવા સાત વાગ્યે ગોવિંદ વર્મા ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયો હતો અને બહાર આવ્યા બાદ પોતાનો તથા મિત્રોના પલંગ ઉપર મૂકેલા ફોન જગ્યા પર ન જોતાં તેણે મિત્રોને જાણ કરી હતી અને આસપાસ શોધખોળ કરી હતી પરંતુ મોબાઇલ ફોન મળી આવ્યા ન હતા જેથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં એપલ- 15 કંપનીનો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ.45,000, વિજયભાઇ શર્માનો સેમસંગ એસ-20એફ ઇ મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 10,000, નિરંજન પવારનો રીઅલમી 12 PLUS કંપનીનો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 12,000 તથા સચિન જાદવનો ઓપ્પો એ-53 કંપનીનો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 6,000 મળીને આશરે કુલ રૂ. 73,000ના મોબાઇલ ફોનની ચોરી ની ફરિયાદ નોંધાવતા કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.
