બિનખેતી માટે ખોટું સોગંદનામું કરીને ખોટી સહીઓ કરી મિલકત પચાવી પાડવાના ગુનામાં સમા પો.સ્ટે.મા ફરિયાદ
(પ્રતિનિધિ) વડોદરા તા. 17
અમેરિકા ખાતે રહેતા એન આર આઇ ની સમા ખાતે આવેલી વારસાઇ મિલ્કત પચાવી પાડવા માટે કાકાના દીકરા તથા તેમના પત્નીએ પાવર ઓફ એટર્ની નો દુરપયોગ કરી દસ્તાવેજ કરી ખેતી લાયક જમીનને બિન ખેતીલાયક કરવા સોગંદનામું કરીને ખોટા હૂકમો મેળવી છેતરપિંડી કરવાના ગુનામાં સમા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત ની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જગદીશભાઇ રણછોડભાઇ પટેલ (ઉ.વ.65) પટેલ ફળિયું,સમા વડોદરા તથા પટેલ ફળિયું, અટલાદરા નાઓ છેલ્લા પચ્ચીસ વર્ષોથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહે છે અને ગ્રોસરી સ્ટોર ચલાવે છે તેઓની સમા ગામની સીમમાં ખતા નં.510 બ્લોક નં.423-2 જેનો આકાર 19.11રૂ. પૈસા છે જે મિલકત તેમની પૈતૃક સંપત્તિ વારસામાં જગદીશભાઇના નામે તબદીલ થઈ હતી જે ગામના નમૂના નં6નોધ નં.1340થી પડેલી છે જેના તેઓ સ્વતંત્ર માલિક તરીકે ભોગવટો ધરાવે છે જગદીશભાઇ 1985થી અમેરિકા ખાતે સ્થાઇ થતાં આ મિલકત કાકાના દીકરા દીલીપ ઉર્ફે દિનેશભાઇ નટુભાઇ પટેલનાઓને સાચવવા માટે આપી હતી અને જગદીશભાઇ જ્યારે જ્યારે અમેરિકા થી આવતા ત્યારે જમીન જોવા જતાં હતા દરમિયાન વર્ષ -2014મા આ જમીન કિરણભાઈ પ્રવિણભાઇ જીનગર નાઓને રજીસ્ટર બાનાખત કરી આપી હતી જે રૂ. 1,97,60,000થી વેચાણ આપવાનું નક્કી કર્યું હતું જે પેટે રૂ.2,00,000બાના પેટે આપ્યા હતા ત્યારબાદ એકાદ માસ બાદ જગદીશભાઈ એ જમીન સાચવણી માટે તા.23-04-2014ના રોજ કાકાના દીકરા દીલીપભાઇ ને આપી બાનાખતના અમલ માટે જ ફક્ત એક પાવર ઓફ એટર્ની લખી આપી હતી પરંતુ કાકાના દીકરાએ નાયબ કલેકટર સ્ટેમ્પ વેલ્યુ ડિપાર્ટમેન્ટ ખાતે વેલ્યુએશન રૂ.24,51,000નક્કી કરી રૂ.1,20,000સ્ટેમ્પ ડ્યૂટી અને ભરી પોતાના પત્ની પારુલબેન દિનેશભાઇ પટેલના નામે દસ્તાવેજ કરવા કાર્યવાહી હાથ ધરી હતી અને જગદીશભાઇ ની જાણ બહાર પરંતુ સ્ટેમ્પ ડ્યુટી ભરેલ ન હોય દસ્તાવેજ પેન્ડિંગ હતો આમ જગદીશભાઇ ની જાણ બહાર પાવર ઓફ એટર્ની નો દૂરપયોગ કરી પોતાના પત્નીના નામે દસ્તાવેજ કરેલ અને ખેતી લાયક જમીનને બિનખેતી લાયક કરવા ખોટું સોગંદનામું કરીને જગદીશભાઇ ની સહીઓ કરાવી લીધી હતી અને મિલકત પચાવી પાડવા કારસો કર્યો હતો તથા વર્ષ -2023મા હયાતી હક્ક દાખલ કરવાની અરજી કરતા તેઓની અરજી નામંજૂર થ ઇ હતી જે અંગેની જાણ થતાં જગદીશભાઇએ વાંધા અરજી આપેલ જેનો જવાબ આપ્યો ન હતો જેથી જગદીશભાઇ એ સમા પોલીસ સ્ટેશનમાં દિલીપ ઉર્ફે દિનેશભાઇ પટેલ વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત ની ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી ની ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.