*એમ.એસ.યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીએ અગમ્ય કારણોસર બંધ મેપલ વિસ્ટા બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું
મૃતક યુવકના પિતા ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવે છે*
*ઘટનાની જાણ થતાં જે.પી.પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ હાથ ધરી*
(પ્રતિનિધિ) વડોદરા તા.06
મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રવિવારે બપોરે સવા બે વાગ્યાની આસપાસ બંધ મેપલ વિસ્ટા બિલ્ડિંગ ના આઠમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે પરિવાર સહિત લોકટોળા ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ થતાં જે.પી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

રવિવારે બપોરે સવા બે વાગ્યાની આસપાસ એમ.એસ.યુનિવર્સિટીમા મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ચિંતન મુકેશભાઇ પટેલ નામના 22 વર્ષીય યુવકે અક્ષરચોક નજીક આવેલી મેપલ વિસ્ટા નામની બિલ્ડિંગ ના આઠમા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારને તથા જે.પી.પોલીસને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પરિવારના જણાવ્યા અનુસાર, ચિંતન મુકેશભાઇ પટેલ પરિવાર સાથે બી -22 યોગી આશિષ સોસાયટી, સનફાર્મા રોડ પર રહેતો હતો અને મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ચિંતન રવિવારે બપોરે ઘરેથી કોલેજનું મટિરીયલ લેવા જવાનું કહી ઘરેથી પૈસા લઈને મોટરસાયકલ પર નિકળ્યો હતો અને ત્યારબાદ અક્ષરચોક નજીક આવેલા મેપલ વિસ્ટા બિલ્ડિંગ ના આઠમા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની જાણ થતાં તેઓ અત્રે દોડી આવ્યા હતા. મૃતક ચિંતનના પિતા મુકેશભાઇ ભગુભાઇ પટેલ ગોત્રી જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ઘટનાને પગલે જે.પી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.