Vadodara

એચ.આઇ.વી.બિમારી ધરાવતા પતિની જાતીય સબંધની માંગણીથી પરેશાન પરિણીતા અભયમના શરણે..

પતિ જબરજસ્તી જાતિય સંબંધ માટે દબાણ કરતો પત્ની ના પાડે તો મારઝૂડ કરતો..

બે સંતાનોની માતાએ પોતાની આરોગ્ય સુરક્ષા માટે અભયમને વિનંતી કરી..

(પ્રતિનિધિ) વડોદરા તા. 22

પતિને એચ.આઇ.વી. (એઇડ્સ) ધરાવતો હોવા છતાં પત્ની સાથે જાતિય સંબંધ બાંધવા પતિ જબરજસ્તી કરતો અને પત્ની ના પાડે તો પત્ની સાથે પતિ મારામારી કરતો હોવાથી પોતાની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અભયમની મદદ લીધી હતી.આખરે અભયમની ટીમે પતિને સમજાવતાં મામલો થાળે પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર,બે બાળકોના ના માતા એવા પરણિતાએ 181મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે, તેમના પતિને એચ. આઇ. વી.ની બિમારી છે અને પોતે નોર્મલ છે.સંતાનોમા બે બાળકો પણ છે પરંતુ પતિ જબરજસ્તીથી મારી સાથે જાતીય સબંધ રાખવા માંગે છે અને સબંધ રાખું નહી તો મારઝુડ કરે છે અને ખોટા ખોટા આક્ષેપો કરે છે આ બાબતે પતિને યોગ્ય માર્ગદર્શન આપવાનું જણાવતાં અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી અને પરિણીતાના પતિને જરુરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.અભયમ દ્વારા પતિને સમજાવ્યું હતું કે, આ બિમારી હોય અને જાતિય સબંધ રાખે તો પાર્ટનરને પણ તેના ચેપથી સંક્રમણ થકી રોગ થઇ શકે. આ એચ. આઇ. વી. ની સરકારી હોસ્પિટલમાં મફત સારવાર અને દવા આપવામાં આવે છે તો ગાઇડ લાઈનનુ પાલન કરવું જોઇએ. પત્ની અને બાળકોનો પણ ટેસ્ટ કરાવવા જણાવાયું હતું.
રોગની શરુઆતમાં યોગ્ય સારવાર અને કાળજી લેવામાં આવે તો પ્રથમ તબક્કામાંથી રાહત મળે છે.
આવી પરિસ્થિતીમાં પાર્ટનરને પણ ચેપ લાગી શકે જેથી સંયમ ખુબ જ જરૂરી છે. વધુ માર્ગદર્શન અને સારવાર માટે હોસ્પિટલનો સંપર્ક સાધવા જણાવાયું હતું સાથે જ પત્નીને હેરાન ન કરવા સહમત કર્યા હતાં.પતિને પોતાની ભૂલ સમજાઈ હતી જેથી સમગ્ર મામલે સુખદ સમાધાન આવ્યું હતું.

Most Popular

To Top