પ્રતિ વર્ષ દીપોત્સવી પર્વ દરમિયાન બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે મંદિર પરિસર માં પરિક્રમા ઉપર સુશોભિત દીપમાળ માં દીવડા પ્રગટાવવા માં આવે છે તે પરંપરા માં આજરોજ રવિવાર ના રોજ દીપાવલી ની પૂર્વ સંધ્યા એ બાળકો યુવાનો એ પૂજ્ય સંતો ના માર્ગદર્શન હેઠળ દિવડા પ્રજ્વલિત કર્યા હતા. આગામી સમય માં વડોદરા ખાતે પ્રગટ બ્રહમ સ્વરુપ મહંત સ્વામી મહારાજ ની ૯૨ મી જન્મ જયંતી ઉજવનાર છે તે અન્વયે આજે એકસાથે ૯૨૦૦ દીપક પ્રજ્વલીત થતા સમગ્ર મંદિર પરિસર જાણે તારા થી ઝગમગતા નભ મંડળ જેવું દૃશ્યમાન થતું હતું. તેમાં પણ મંદિર પરિસર માં પૂજ્ય સંતો દ્વારા દીવડાઓ દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નું બનાવેલ જ્યોત ચિત્ર અને 92 લખાયેલ દીપકો દર્શનાર્થી ઓ ના આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દીપ પગટાવતા પહેલા આજરોજ કાળી ચૌદશ નિમિત્તે પૂજ્ય સંતોએ મંદિર માં હનુમાનજી નું શાસ્ત્રોક્ત પૂજન કર્યું હતું


