પીવાના પાણીની ટેન્કરોમાંથી રોડ પર પાણી જ પાણી.
ભર ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં લાખો નગરજનો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. તેનાથી તદ્દન વિપરીત, કારેલી બાગ નજીક VMSS પાણીના ટેન્કરોમાંથી સ્વચ્છ પીવાનું પાણી રસ્તાઓ પર વહી જતા જળબંબાકાર જોવા મળ્યો હતો.
લોકોને વાપરવા પૂરતું પાણી મળતું નથી. તો બીજી બાજુ શુદ્ધ પીવાનું પાણી રસ્તાઓ પર વહે છે.
જેમ જેમ ઉનાળાની ઋતુ તીવ્ર બની રહી છે, તેમ તેમ વડોદરાના રહેવાસીઓ સ્વચ્છ પીવાનું પાણી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. શહેરભરના પાણી પુરવઠા સપ્લાય કરતા સેકડો જળાશયો ની ચોતરફ ભારે દબાણ છે, જેના કારણે ઘરગથ્થુ અને પીવાના પાણી માટે પાણીની વ્યાપક અછત સર્જાઈ રહી છે.
શહેરની મધ્યમાં ભર ઉનાળે પાણીની રેલમછેલના દૃશ્યે શહેરમાં પાણીના સંસાધનોના સંચાલન પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની પાણીના સંકટને ટાળવાના બદલે વેડફાટ કરવા બદલ આકરી ટીકા થઈ રહી છે. VMC એ આ સમસ્યાના ઉકેલ માટે સુધારાત્મક પગલાં લેવાનું વચન વારંવાર આપ્યું હતું. શહેરીજનો તંત્રના શાસન સામે ભારોભાર આક્રોશ વ્યક્ત કરે છે.
વડોદરાના લોકો પાણીની અછતને દૂર કરવા અને બધાને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. રસ્તાઓ પર સ્વચ્છ પીવાનું પાણી વહેતું હોવાની ઘટનાએ રહેવાસીઓમાં હતાશા અને ગુસ્સો વધાર્યો છે.
