Kalol

“એક દિયા શહીદો કે નામ ” અંતર્ગત કાલોલના સૈનિક પરિવારે શહીદ પરિવાર સાથે દેવ દિવાળીની ઉજવણી કરી


કાલોલ :
સામાન્ય રીતે આપણા દેશમાં પંદરમી ઓગસ્ટ અને છવીસ જાન્યુઆરી ને દીવસે સૈનીકોને યાદ કરવામાં આવે છે અને બાકીના દિવસોમાં મોટા તહેવારોમાં તેઓને ભુલાવી દેવામા આવે છે. ત્યારે કાલોલ ની દ્વારકેશ નગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી મેન પુનમભાઈ વરિયા અને તેઓના પરીવાર દ્વારા સતત આઠમાં વર્ષે “એક દિયા શહીદો કે નામ” કાર્યક્ર્મ યોજાયો હતો.

પુનમભાઈ વરિયાના બન્ને પુત્રો અતુલભાઈ અને રાજેશભાઈ આર્મીમા ૨૪ વર્ષ ફરજ બજાવી નિવૃત થયા છે અને પુત્રી છાયાબેન સીઆરપીએફમાં ગાંઘીનગર અને જમાઈ જયંતકુમાર પણ અમદાવાદ ખાતે સેનામાં ફરજ બજાવે છે. દિવાળી નિમિત્તે પિતા અને પુત્ર બન્ને વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શહીદ સૈનિકોના પરીવારજનોની મુલાકાત લઈ તેઓની સાથે સમય વિતાવી દિવાળી નિમિત્તે ભેટ આપે છે. ત્યારે વીર શહીદ સૈનિકના પરીવાર ને પોતાનો કોઈ સ્વજન મળ્યો હોય તેવી લાગણી થાય છે. ચાલુ વર્ષે પણ શહીદ પરીવારો lની મુલાકાત લઈ તેઓને ભેટ આપવામાં આવી હતી.ચાલુ વર્ષે દેવ દિવાળી ના દીવસે સોસાયટીમાં વરિયા પરિવાર અને સોસાયટીના રહીશો અને મિત્ર મંડળ દ્વારા સરસ રીતે રંગોળી બનાવવામાં આવે છે અને આ રંગોળીમા રંગ અને ફૂલો વડે ભારતનો નકશો તથા ઓપરેશન સિંદુર અને જય જવાનની રંગોળી બનાવી દેશભક્તિના વિવિઘ સૂત્રો બનાવવામાં આવે છેm ઉપરાંત આ રંગોળીમા દિવડા પ્રગટાવતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે. ચાલુ વર્ષે શહીદોના પરિજનો દીવાળી નિમિત્તે કાલોલ ખાતે હાજર રહ્યા હતા. વરિયા પરિવાર દ્વારા શહીદ થયેલા જવાનોના પરીવારજનોનુ સન્માન કરવામાં આવ્યુ હતુ અને શહીદો ને બે મિનીટ નુ મૌન પાળી અંજલી આપવામા આવી હતી.આ કાર્યક્રમમા નિવૃત્ત જીવન ગુજારતા સૈનિકો તેઓના કુટુંબીઓ, સોસાયટીના રહીશો , વોર્ડ નંબર ૨ ના કાઉન્સિલર પારૂલબેન પંચાલ અને અગ્રણીઓ જોડાયા હતા.

Most Popular

To Top