Vadodara

એકજ દિવસમાં બે મહાકાય અજગર કરાયા રેસ્ક્યૂ…




વાઇલ્ડ લાઇફ રિસ્ક્યુ ટ્રસ્ટ વડોદરા દ્વારા એક દિવસમાં બે જુદી જુદી જગ્યાઓ પરથી અજગર રેસ્કયુ કરવામાં આવ્યા હતા. જેમાં એક ૭ ફૂટ અને એક ૯ ફૂટ (ઇન્ડિયન રોક પાઈથન)નો સમાવેશ થાય છે.
તારીખ ૧૨-૭-૨૪ આજે બપોરે ૨:૧૦ વાગ્યે સંસ્થાનાં હેલ્પલાઇન નંબર પર પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર રવિન્દ્ર કોઠીયાનો ફોન આવ્યો હતો કે અમારે ત્યા એક અજગર દેખાયો છે. અશોકભાઈ પટેલ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટનાં કાર્યકર ને ત્યા રેસ્કયું માટે મોકલ્યા તો ત્યા જઈ ને જોયુ તો એક ૭ ફૂટ લાંબો અજગર હતો જેનું સફળતા પુર્વક રેસ્ક્યૂ કરીને વનવિભાગ ફોરેસ્ટર જયદીપસિંહને સુપ્રત કરવામાં આવ્યો છે.
તારીખ ૧૨-૭-૨૪ આજે રાત્રે ૯:૩૦ વાગ્યે સંસ્થાના હેલ્પલાઇન નંબર અરવિંદ પવાર પર કરજણ તાલુકાના આર. એફ. ઓ. મહીપત સિંહનો ફોન આવ્યો હતો કે કિર્તીભાઇ મગનભાઈ પટેલ ગામ સાદરણા તાલુકો કરજણ નાં કૂવાની ઓરડી માં એક અજગર છે તો રેસ્ક્યૂ કરો. અશોકભાઈ પટેલ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ વડોદરા નાં કાર્યકર ને ત્યાં મોકલ્યા. ત્યા જઈ ને જોયું તો એક ૯ ફૂટ લાંબો અજગર હતો જેનું સફળતા પુર્વક રેસ્ક્યૂ કરીને સામાજિક વની કરણ રેન્જ કરજણ ખાતે વનવિભાગ ને સુપ્રત કરવામાં આવ્યો છે.

Most Popular

To Top