
ઋષી વાલ્મિકી સુરક્ષા-સેવા સંસ્થાન દ્વારા વડોદરા શહેર વાલ્મિકી સમાજના વડીલો, યુવાનો, સાધુ-સંતો તથા વિવિધ સંગઠનોનાં આગેવાનો ની ઉપસ્થિતિ માં મહર્ષિ ઋષિ વાલ્મિકી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ હતી અને ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ માં વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શોભા યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય અતિથિ એવા શહેર ભાજપ અધ્યક્ષ ડો,જય પ્રકાશ સોની, મહામંત્રી સત્યેન ભાઈ કુલબકર અનુ જાતિ મોરચા ના પ્રમુખ હર્ષદ વકીલ,કાઉન્સિલર શ્રી ઘનશ્યામ ભાઈ, નરસિંહ ભાઈ,જયશ્રી બેન, સોલંકી,લીલાબેન મકવાણા સહિત અનુ જાતિ મોરચાના હોદેદારો ઉપસ્થિત રહી મહર્ષિ ઋષિ વાલ્મિકીજીની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરી જન્મ જયંતી ની ઉજવણી કરી હતી
મહર્ષિ ઋષિ વાલ્મિકી જયંતિ નિમિત્તે તા. ૦૬-૧૦-૨૦૨૫ ને સોમવારના રોજ વાલ્મિકી સમાજની એકતાના પ્રતિકરૂપે વડોદરા મહાનગરના ગાંધી નગર ગૃહ થી ઋષિ વાલ્મિકી જી ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ઋષિ વાલ્મિકી સેવા સંસ્થાન ના અગ્રણી અશ્વિનભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા શોભા યાત્રા નું આયોજન કરાયું હતું આ શોભા યાત્રા ગાંધીનગર ગૃહ થી નીકળી ન્યાયમંદિર – માંડવી – ચાંપાનેર – ફતેપુરા મંગલેશ્વર – ભાંડવાડા થઈ હરણી રોડ નાગેશ્વર મહાદેવ મંદિરે સમાપન થઈ હતી આ શોભા યાત્રા માં ૫.પૂ. શ્રી ભાગ્યાભાઈ (ભગત)ગુરૂ મહારાજ,૫.પૂ. શ્રી દર્શન વલ્લભદાસજી સ્વામી શ્રી
સ્વામિનારાયણ મંદિર, લોયાધામ, વડોદરા. ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા