બીઆરજી ગૃપની સમા ખાતે આવેલી ઉર્મિ સ્કૂલમાં ક્રિકેટ મેચની રમત દરમિયાન વિધાર્થીઓ વચ્ચે મારામારી બાદ વાલીઓની બેઠક બોલાવી ચેતવણી અપાઈ
વડોદરા: ગતરોજ સવારે શહેરની BRG ગ્રૂપની સમા ખાતે આવેલી ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવા બાબતે બે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી જેમાં પાંચ વિધાર્થીને ઇજા પહોંચતા વાલીઓના ટોળાં સ્કૂલમાં તથા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં અને સ્કૂલની બેદરકારી તથા સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા હતા.ત્યારબાદ આજે સ્કૂલમાં બંને પક્ષના વાલીઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પણ ભારે ગરમા ગરમી થઈ હતી અને ઇજા પામેલા બાળકોના વાલીઓના ભારે આક્રોશ બાદ હુમલો કરનાર હોસ્ટેલના વિધાર્થીઓને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા. હુમલાખોર વિધાર્થીઓના વાલીઓને તેમના બાળકો જો નહીં સુધરે તો કાયમ માટે રેસ્ટિકેટ કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
વડોદરા શહેરના એક સમયના નામાંકિત BRG ગ્રૂપની સમા ખાતે આવેલી ઊર્મિ સ્કૂલમાં ગતરોજ સ્કૂલના બે વર્ગના વિદ્યાર્થીઓની ક્રિકેટ મેચ હતી. જેમાં ધોરણ 10ના છોકરાઓ મોટા ધોરણ એટલે કે ધોરણ -11ના છોકરાઓ સાથે ક્રિકેટ મેચ રમી રહ્યા હતાં. તે દરમિયાન ધોરણ -10ના છોકરાઓની ટીમ સતત જીત તરફ આગળ વધી રહી હતી. તે દરમિયાન મોટા છોકરાઓએ બે વિધાર્થીઓ ને ધક્કો માર્યો હતો અને ત્યારબાદ બીજા વિધાર્થી પણ આવી ગયા હતા અને છોકરાઓ પર બેટ તથા પત્થર લઈ તૂટી પડ્યા હતા. જેમાં ઓમ પ્રજાપતિ,યક્ષ, કૃપાશ,આર્યન નામના બાળકોને ઇજાઓ પહોંચી હતી. જેથી ઘાયલ વિદ્યાર્થીઓને નજીકની ખાનગી હોસ્પિટલ (આશિર્વાદ હોસ્પિટલ)ખાતે ખસેડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ વિધાર્થીઓ વચ્ચે શાળામાં બનેલી મારામારીની ઘટનાને ગંભીરતાથી લઇ ત્વરિત કડક એક્શન લેવાને બદલે સંચાલકોએ વાતને દબાવવાનો પ્રયાસ કરતા આજે આ મામલો વધુ બિચક્યો હતો. આજે બોલાવાયેલી બેઠકમાં ઇજાગ્રસ્ત વિધાર્થીઓના વાલીઓએ શાળા પ્રશાસન અને મારનાર વિધાર્થીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી અને જો શાળા કે તેઓના વાલીઓ કોઈ એક્શન નહીં લે તો પછી પોતે એક્શન લેવાની વાત કરી મારામારી કરનારા વિધ્યાર્થીઓના વાલીઓ સાથે ઝપાઝપી થઇ હતી. ઘાયલ બાળકોના વાલીઓએ પોલીસ ફરિયાદ અને કાયમી ધોરણે હુમલાખોર વિધાર્થીઓના રસ્ટીકેશનની માગ કરી હતી. જોકે, ભારે સમજાવટ બાદ હુમલાખોર હોસ્ટેલના વિધાર્થીઓને સાત દિવસના સસ્પેન્શન ઉપરાંત કડક ચેતવણી આપવામાં આવી હતી.
ઊર્મિ સ્કૂલમાં મારામારી કરનાર હોસ્ટેલના વિધાર્થીઓને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરાયા
By
Posted on