ધારાસભ્યો અને સાંસદ સાથે સંકલનમાં ચર્ચા કરી નિર્ણય લેવાશે
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની શુક્રવારે મળેલી બેઠકમાં 17 કામોની દરખાસ્ત આવી હતી જેમાંથી 16 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે 15 નંબરના કામની દરખાસ્ત સમા તળાવ એબેકલ સર્કલ પર રૂ.56 કરોડના ખર્ચે બની રહેલા નવા ફ્લાવર બ્રિજને વધુ રૂ .64 કરોડ ખર્ચી જુના ઊર્મિ બ્રિજ સાથે જોડવા ના કામને મુલતવી રાખવામાં આવ્યું હતું.
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે
13- 3- 2024 ના રોજ સમા ઓવરબ્રિજ નું કામ જ્યારે સ્થાયીમાં લેવામાં આવ્યું ત્યારે સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ત્યાં બ્રિજની ડિઝાઇન સિંગલ પિયર કરવામાં આવે અને શક્ય હોય તો બંને બ્રિજને જોડવામાં આવે. પરંતુ 15 તારીખે એવો ઠરાવ કરવામાં આવ્યો કે અબાકલ સર્કલનો બ્રિજ છે એ ઊર્મિ રેમ છે તે કાઢી અને એના પિલરમાં ફેરફાર કરી અને હાઈટ ઉપર બંને બ્રિજને જોઈન્ટ કરવા. આમ થાય તો વધુ રૂ. 64 કરોડનો ખર્ચ થાય છે. એ વત્તા યુટીલીટી સર્વિસ વધતા જીએસટી થઈ લગભગ આ બ્રિજ 56 કરોડનો હતો એની કિંમત 120 કરોડ રૂપિયા જેવી થવા જાય છે. જે વધારાનું કામ કરવાનું છે તે વર્ષ 23/ 24 એસઆર ના ભાવે ઇજાદારને ભાવ ચુકવવાનું થાય છે એ અંગેની દરખાસ્ત આજે સ્થાયીમાં રજૂ કરવામાં આવી હતી પરંતુ સભ્યોમાં વધુ અભ્યાસ કરવાની ઈચ્છા અને નાના મોટા મતભેદ સર્જાતા આઈટમને મુલતવી રાખવામાં આવી છે અને ભવિષ્યમાં એની પર પૂરતી ચર્ચા વિચારણા કરી જરૂર જણાય તો મોટી સંકલનમાં પણ તમામ ધારાસભ્ય અને સાંસદ ઓપિનિયન લઈ આગળ નિર્ણય લેવામાં આવશે.
સ્થાયીની બેઠકમાં સભા સેક્રેટરી ચિંતન દેસાઈ ગેરહાજર રહ્યા
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાક સભ્યોના આક્ષેપોના પગલે નવો વિવાદ શરૂ થયો છે અને સભા સેક્રેટરી શુક્રવારની બેઠકથી અળગાં રહ્યા હતા.
ગયા અઠવાડિયે મળેલી વડોદરા મહાનગર પાલિકાની સ્થાઈ સમિતિની બેઠકમાં સ્થાયી સમિતિના કેટલાક સભ્યોએ આક્ષેપો કર્યા હતા કે સ્થાયી સમિતિની બેઠકમાં થયેલી વાતો બહાર જાય છે. જેને લઈને સભા સેક્રેટરી ચિંતન દેસાઈ બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા અને તેમના બાદ ડેપ્યુટી સેક્રેટરી ચૈતાલીબેન શાહ અને સ્થાયી સમિતિના અધ્યક્ષના હિમાંશુ પંડ્યા પણ બહાર નીકળી ગયા હતા. ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સભા સેકટરી ચિંતન દેસાઈની ગેરહાજરી જોવા મળી હતી. જેમાં સમિતિના કેટલાક સભ્યો દ્વારા સ્થાયી સમિતિના ચેરમેનને ડોક્ટર શીતલ મિસ્ત્રી ને સભા સેક્રેટરી કેમ હાજર નથી તેમ પૂછવામાં આવ્યું હતું જે અંગે સ્થાયી સમિતિના ચેરમેનને આ બાબતે પછી ચર્ચા કરીશું તેવી વાત કરી હતી.
અંગે મળતી માહિતી મુજબ સેક્રેટરી ચિંતન દેસાઈએ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું જે બેઠકમાં માનસન્માન ના જળવાતું હોય તેઓ બેઠકમાં ગેરહાજર રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે નવો વિવાદ ઊભો થાય તેમ લાગી રહ્યું છે .