વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવતા, 46,500 મેટ્રિક ટન એલપીજી ભરેલું વિશાળ જહાજ ‘MT નંદા દેવી’ દીનદયાલ પોર્ટ (વડીનાર) ખાતે આવી પહોંચ્યું છે.
દેશમાં રસોઈ ગેસનો પુરવઠો અવિરત જળવાઈ રહે તે હેતુસર, આ જહાજમાંથી એલપીજીને અન્ય જહાજ ‘MT BW Birch’માં ટ્રાન્સફર કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.
આ કામગીરી ભારતની એનર્જી સપ્લાય ચેઇનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે, ખાસ કરીને વૈશ્વિક સ્તરે ઊર્જા સંબંધિત પડકારો વચ્ચે દેશના ગેસ પુરવઠાને સ્થિર રાખવા માટે આ પગલું અગત્યનું માનવામાં આવી રહ્યું છે.