Charotar

ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપે દિવંગત ગોવિંદભાઈ પરમારના પુત્રને આપી ટિકિટ

હર્ષદ પરમારને ઉમેદવાર બનાવતાં રાજકીય ગરમાવો તેજ
23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે

ઉમરેઠ:
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે હર્ષદ પરમારનું નામ જાહેર કર્યું છે. તેઓ દિવંગત ગોવિંદભાઈ પરમારના પુત્ર છે. પક્ષ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવતા વિસ્તારમાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે.
દિવંગત ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભાની બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે પરિવારના સભ્યને ઉમેદવાર બનાવી સહાનુભૂતિનો મત મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કાર્યક્રમ મુજબ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી 23 એપ્રિલે યોજાશે. ઉમેદવારી જાહેર થતાં હવે સ્થાનિક સ્તરે રાજકીય પ્રવૃત્તિઓમાં તેજી આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Most Popular

To Top