Charotar

ઉમરેઠ – ઝાડા-ઉલ્ટીની બિમારીના  કેસમાં દરરોજ વધારો, એક મહિલાનું મોત નિપજયુ

શહેરમાં દરેક વિસ્તારમાં પીવાના પાણીના વાલ્વની કુંડીમાં ગંદકી હટાવાઈ , આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ સહિતની કામગીરી 

(પ્રતિનિધિ) ઉમરેઠ તા 10

ઉમરેઠ નગરના ભગવાન વગા વિસ્તારમાં ઝાડા ઉલ્ટીને કારણે શનિવારે એક મહિલાનું મોત નિપજતાં સમગ્ર નગરમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે. છેલ્લા ચારેક દિવસથી ઉમરેઠમાં ઝાડા ઉલ્ટીના કેસ ડગલે ને પગલે વધી રહ્યા છે. ઉમરેઠની વિવિધ ખાનગી ક્લિનિકો અને હોસ્પિટલો સહીત સરકારી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. ઉમરેઠના વિવિધ વિસ્તારોમાં આશરે  450 જેટલા ઝાડા ઉલ્ટીના કેસ હોવાનું જાણવા મળે છે. 

ઉમરેઠની રોગચાળાની સ્થિતિના પરિણામે આરોગ્ય વિભાગ સાબદુ બની અસરગ્રસ્ત વિસ્તારમાં ડોર ટુ દોર સર્વે હાથ ધરી રોગચાળા ને કાબુ કરવા માટે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. 

આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ સહીત સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી 

ઉમરેઠના ના ભગવાન વગા વિસ્તારમાં નીરૂબેન ચૌહાન (ઉ.વ.35) નું ઝાડા ઉલ્ટીને કારણે મોત નિપજ્યું હતુ . જેને પગલે સ્થાનિકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ.  ઝાડા ઉલ્ટીના કારણે મહિલાનું મોત થતા નગરમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા નગરમાં દવા છંટકાવ સહીત સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી છે . પણ હજુ દિવસે દિવસે ઝાડા ઉલ્ટીના નવા કેસ બહાર આવી રહ્યા છે.  તો બીજી બાજૂ દવાખાની સારવાર લીધા બાદ અમુક દર્દીઓને રજા પણ આપવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

પાલીકા દ્વારા રોગચાળો કાબુ કરવા અસરકારક પગલા ભરવામાં આવશે 

તકેદારી સ્વરૂપે તંત્ર દ્વારા નગરમાં ખાણી પીણીની લારીઓ સદંતર બંધ કરાવવામાં આવી છે. તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાં ક્લોરીન ટેબલેટ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. તેમજ લોકોને પાણી ઉકાળી ને પીવા પણ સલાહ આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીના પુરવઠા માટે નગરમાં લગાવેલા વાલ્વ ની તપાસણી કરવામાં આવી હતી. જેમાં ખુબજ ગંદકી દેખાઈ હતી જે સ્થળ પર જ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સાફ કરાવવામાં આવી હતી. તેમજ વિવિધ વિસ્તારોમાં પાણીની પાઈપમાં પડેલ પંક્ચર સત્વરે રીપેર કરવા તાકીદ કરી હતી. નગરમાં પાલીકા કમ્પાઉંડ બહાર સહીત વડા બજાર જેવા વિસ્તારમાં પાણીના વાલ્વ ની કુંડી ખુબ જ ગંદી હોવાનું માલુમ પડ્યું હતુ. આગામી દિવસોમાં પાલીકા દ્વારા રોગચાળો કાબુ કરવા અસરકારક પગલા ભરવામાં આવે તેવી સુચનાઓ આપવામાં આવી છે.

Most Popular

To Top