મોટી નહેરમાં ફોરવીલર કાર ખાબકતા એકનું મૃત્યુ
ઉમરેઠ.
ઉમરેઠ પાસે નહેરમાં કાર ખાબકતા એકનું મોત થયાંનો બનાવ બન્યો છે.
ઉમરેઠ તાલુકાના જીતપુરા મોટી નહેરમાં ફોરવીલર કાર ખાબકતા કાર ચાલક કૃણાલ (પિન્ટુ)નું મોત થયું છે. તેઓ શીલી ગામના રહેવાસી હતા. ઉમરેઠ ફાયર ફાયટરના તરવૈયાઓએ નહેરના પાણીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.
ખંભોળજ પોલીસ, ૧૧૨ પોલીસ ઉમરેઠ, અને ઉમરેઠ ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢી જેસીબી મશીનની મદદથી કાર બહાર કાઢી હતી. બીજું કોઈ વ્યક્તિ જીવિત કે મૃત હાલતમાં મળી આવ્યું નથી. જે અંગે હાલ તપાસ ચાલી રહી છે.