નિમિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉતરાયણના બે દિવસીય પર્વે જ્યાં ત્યાં પડેલા જોખમી પતંગના દોરાને હટાવી તેનો નિકાલ સહિતની કામગીરી હાથ ધરી છે



દરવર્ષે 14જાન્યુઆરી મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણ તથા બીજા દિવસે વાસી ઉતરાયણ પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે જેમાં આપણા ગુજરાતમાં પતંગોત્સવ મનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ વડોદરા શહેરમાં બે દિવસ સુધી ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.પતંગોત્સવ દરમિયાન શહેરમાં અંદાજે ચાલીસ જેટલા નિર્દોષ લોકો પતંગના દોરાથી ઇજાગ્રસ્ત બન્યા હતા અને ઘણા બધા પક્ષીઓ ઘવાયા છે અને કેટલાક લોકો તથા પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. બે દિવસના પતંગોત્સવ બાદ શહેરમાં ઠેરઠેર પતંગના દોરાઓ જોવા મળી રહ્યાં છે જે લોકો તથા મૂંગા પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઇ શકે તેમ છે ત્યારે શહેરના નિમિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જય ઠક્કરની આગેવાની હેઠળ સમગ્ર ટીમ દ્વારા શહેરમાં રાજમહેલ રોડ વિસ્તારમાં આવેલી શેરી,પોળો તથા સોસાયટી, રોડ રસ્તા વિસ્તારમાં આવા જોખમી પતંગોના દોરાઓને તા.16 મી જાન્યુઆરી થી હટાવવાની તથા તેનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ પ્રસંગે જય ઠક્કરે સંસ્કારી નગરીના નગરજનોને આપની આસપાસ આવા જોખમી પતંગોના દોરા હોય તો તેને હટાવી તેનો નિકાલ કરવાની અપીલ કરી હતી જેથી કોઈપણ વ્યક્તિ કે પશુ પક્ષીઓ આનો ભોગ ન બને.


