યુવક મૂળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સાત ભાઇ નગરનો વતની હતો અને ખાનગી સંસ્થામાં નોકરી કરતો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 11
વડોદરા શહેરના ઉડેરા ખાતે રહેતા એક 25 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે લટકી ફાંસો ખાઇ લઇ જીવન ટૂંકાવ્યું હતું.બનાવની જાણ થતાં જવાહરનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલના કોલ્ડ રૂમ ખાતે ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના દસક જેલ રોડ,સાત ભાઇ નગર સ્થિત શિલ્પ નિવાસ એપાર્ટમેન્ટના મ.નં.10મા રહેતો અને હાલમાં છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરના ઉડેરા ખાતે ગાયત્રી પેટ્રોલ પંપની પાછળ આવેલા ઇશાનિયા ફ્લોરેન્ઝા માં સી/104મા રહેતા પ્રિતેશ ભાવુસાહેબ ગાડે નામનો 25 વર્ષીય યુવક ખાનગી સંસ્થામાં નોકરી કરતો હતો તેણે ગતરોજ પોતાના હાલના સરનામે કોઇક અગમ્ય કારણોસર પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવની જાણ થતાં જવાહરનગર પોલીસે ઘટનાસ્થળે દોડી આવી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા કોલ્ડ રૂમ ખાતે ખસેડી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.