વડોદરાના તમામ નગર સેવકોને પાલિકામાં ચાલતા કૌભાંડની પોલ ખોલતો પત્ર મળ્યો
ભાજપના નાગર સેવક આશિષ જોશીએ વિવાદાસ્પદ ટીડીઓ જીતેશ ત્રિવેદી સામે ફરિયાદ દાખલ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે વડોદરા શહેરના તમામ કાઉન્સિલરોને એક પત્ર મળ્યો છે. આ પત્રમાં ચોકાવનારા આક્ષેપો ટીડીઓ ઉપર અને તમામ અધિકારીઓ પર પણ લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદીના કામ અને કાંડ આ બે વિશે ખાસ ઉચ્ચારણ કરેલું છે. આ પત્ર મળ્યા બાદ કાઉન્સિલરોમાં પણ ભારે ચર્ચા જોવા મળી છે. ગતરોજ એક કાઉન્સિલરે પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદી પર કેસની કાર્યવાહી હાથ ધરી છે. તો હવે જોવાનું એ રહ્યું આગળ શું થઈ રહ્યું છે , આગળ શું થશે, કારણ કે આ લેટર મળ્યા બાદ ઘણા કાઉન્સિલર ખુલીને બહાર આવ્યા છે અને પાલિકા ના અધિકારીઓ પર આક્ષેપો કર્યા છે. ખાસ કરીને જીતેશ ત્રિવેદી પર ભારે રોષ પણ વ્યક્ત કર્યો છે .