ગુજરાતના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમમાં વરસાદી પાણીની આવકમાં વધારો :
સરદાર સરોવર ડેમમાં 1,18,468 ક્યુસેક આવક થઈ :
( પ્રતિનિધી )વડોદરા,તા.3
ઉપરવાસમાં સારા વરસાદથી સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. જેના કારણે ડેમના 10 દરવાજા 72 સેમી ખુલ્લા રાખવામાં આવ્યા છે. તંત્રએ સાવચેતીના પગલે નર્મદા, ભરૂચ અને વડોદરાના ગામોને એલર્ટ કરી દેવાયા છે
સરદાર ડેમનું જળસ્તર 135.38 મીટર પર પહોંચી છે. ડેમમાં હાલ 89.10 ટકા પાણી સંગ્રહ થયું છે. 5.7 લાખ ક્યુસેક આવક થઈ છે. તેના કારણે 1.18 લાખ ક્યુસેક પાણીની આવક સામે નદીમાં 95,111 ક્યુસેક જાવક થઈ છે. જ્યારે કેનાલમાં પાણીની જાવક 23021.00 ક્યુસેક થઈ છે. નર્મદા ડેમમાં 8428.80 MCM જેટલા પાણીનો સંગ્રહ થયો છે. આજે ડેમના 10 દરવાજા 72 સેમી ખુલ્લા છે. નર્મદા, ભરૂચ અને વડોદરાના ગામોને હાલ એલર્ટ કરી દેવાયા છે. ઉપરવાસમાં સારા વરસાદથી ડેમની સપાટી સતત વધી રહી છે. જેના કારણે ડેમના 10 દરવાજા 72 સેમી ખુલ્લા રાખવામાં આવ્યા છે. તંત્રએ સાવચેતીના પગલે નર્મદા, ભરૂચ અને વડોદરાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. જ્યારે ઇન્દિરા સાગર ડેમમાંથી પણ બપોરે 1:30 વાગ્યાથી 12 ગેટ 1.5 મીટર ખોલીને 2.21,480 કયુ. પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી હતી.બીજી તરફ આગામી 24 કલાકમાં સરદાર સરોવરમાં પાણીની સપાટીમાં વધારો નોંધાવી શકે છે.