Vadodara

ઈકો ગાડીની સવારી બની યમદૂતની સવારી…

ખોડીયાર નગરથી એરપોર્ટ રોડ પર
ઇકો કારમા ચિક્કાર બેઠેલા મુસાફરોના જીવ જોખમમાં :

ટ્રાફીક કાયદાની એસી કી તેસી કરતો વાહન ચાલક :

વડોદરામાં ઘેટા બકરાની જેમ પેસેન્જર ગાડીમાં મુસાફરો ભરેલાનો વિડીયો વાયરલ થયો હતો. ખોડિયાર નગર પાસે ઈકો કારમા ઘેટાં બકરાની જેમ મુસાફરો ભરી વર્ધિ મારતો વીડિયો સામે આવ્યો હતો.

વડોદરા શહેરમાં વધુ એક વખત જોખમી સવારી નો વિડીયો સામે આવ્યો છે. ખોડીયાર નગર વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ઇકો કારમાં મોટી સંખ્યામાં મુસાફરો બેસાડવામાં આવ્યા હતા અને આડેધડ રીતે આ ઇકો કાર પસાર થઈ રહી હતી. જો કોઈ મોટી અકસ્માતની ઘટના બને અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો પણ ઊભા થયા છે. અગાઉ પણ વડોદરા શહેરમાં રીક્ષા ચાલકોથી માંડીને સ્કૂલ વર્ધિવાન ચાલકોની આવી ગફલત ભરી સવારી જોવા મળી છે, છતાં પણ ટ્રાફિક પોલીસ અને આરટીઓની ઊંઘ ઊડતી નથી તેમ લાગી રહ્યું છે.

Most Popular

To Top