Vadodara

ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા યુવકે બાળકી પર દુષ્કર્મ આચરતા 20 વર્ષની સખત કેદની સજા

આરોપી બાળકીને ત્રણ મહિના સુધી એક જ રૂમમાં ગોંધી રાખી હતી.

વડોદરા

સાવલી વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતાં એક પરિવારમાં નજીકના સંબંધી તરીકેનો સંબંધ બતાવીને અને પરિવારજનોનો વિશ્વાસ જીતીને એક જ જગ્યાએ પીડિતા અને આરોપી રહેતા હતા ગત વર્ષ 2020 માં પી ડીતા કુદરતી હાજતે જતા તેની પાછળ પીછો કરીને 22 વર્ષીય આરોપી રાજુ નાયક તેને પટાવી ફોસલાવીને અન્ય ગામમાં લઈ જઈ ત્રણ મહિના સુધી તેને એક જ રૂમમાં ગોંધી રાખીને તેની પર વારંવાર દુષ્કર્મ આચરતા સાવલી કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા તેમજ 3000 રૂપિયા દંડ ફટકાર્યો હતો સાથે જ 7 લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવા માટે નો પણ હુકમ કર્યો હતો.

વર્ષ 2020 માં સાવલી વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠામાં ભાઈ ભાભી માતા અને બાળકી રહેતા હતા તેમના નજીકના સંબંધી રાજુ નાયક પણ નોકરી અર્થે ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ માટે આવ્યો હતો અને તેમની સાથે જ રહેતો હતો. પરંતુ એક દિવસ બાળકી કુદરતી હાજત માટે સાંજ દરમિયાન એકલી જતા રાજુ નાયકની દાનત બગડી હતી અને તે પણ તે બાળકીની પાછળ ગયો હતો અને તેની આંખો પર પટ્ટી બાંધીને તેને બાઈક પર બેસાડી અન્ય ગામમાં લઈ ગયો હતો જ્યાં તેની સાથે એકથી વધુ વાર દુષ્કર્મ આચર્યું હતું.જો કે રાત્રી દરમિયાનથી બાળકી ન મળતા પરિવારજનો ભયભીત થયા હતા અને સવારે પણ શોધખોળ હાથ ધરી હતી અને સાવલી પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે ત્રણ માસ બાદ બાળકી આરોપી સાથે મળી આવતા ભાદરકા પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપીએ જણાવ્યું હતું કે તે એક વર્ષથી બાળકી સાથે પ્રેમ સંબંધમાં છે અને તેને અનેકવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા છે જોકે આ બાબતને ગંભીર રીતે ગણાવીને ભોગ બનનારની ઉંમર વિશે પુરાવા શોધવાનું જણાવતા તેની ઉંમર 11 વર્ષની જોવા મળી હતી જો કે આ બાબતે ગંભીરતા દાખવીને જણાવ્યું હતું કે તે હજી બાળકી ગણાય તે સગીર વયની પણ નથી આપ અપ કૃત્ય બાદ તેની માનસિકતા પર ખૂબ જ ગંભીર અસર પડી છે અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં બાળકીએ ભણવાનું પણ બંધ કરી દીધું છે સાથે જ તે સતત એક ભાઈના માહોલમાં જીવતી હોય તેવું પણ બન્યું છે ત્યારે આ ગુના ને ગંભીરતાથી જોવાનું કોર્ટે જણાવ્યું હતું તેથી જ આરોપી રાજુ નાયક ને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી હતી? સાથે જ 3000 રૂપિયાનો દંડ અને ભોગ બનનાર બાળકીને 7,00,000 વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top