Vadodara

ઇ.વોર્ડ 7ની કચેરીએ દૂષિત પાણી મુદ્દે રહીશોનો હલ્લા-બોલ, માળી ફળિયાના લોકો પહોંચ્યા વોર્ડ કચેરી


વડોદરામાં ગંદકીના સામ્રાજ્યને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે. લોકોની અનેકવાર રજૂઆત છતાં તંત્ર એસી, ખુશીમાં આરામ ફરમાવતા આવતું હોય તેવું લાગી રહ્યું છે. શહેરના નાગરવાડા માળી મોહલ્લોમાં ગંદકીને લઈને દૂષિત પાણી પીવા લોકો મજબૂર બન્યા છે. તો બીજી તરફ બિમારીના ભોગોનો પણ ભય સેવાઈ રહ્યો છે. શહેરના વોર્ડ નં 7 નાગરવાડા વિસ્તારના માળી મોહલ્લોમાં દૂષિત પાણી પીવા લોકો મજબૂર બન્યા છે. તો બીજી તરફ બિમારીના ના કારણે બે લોકોના મૃત્યુ થયા છે ના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. દુષિત અને દુર્ગંધયુક્ત પાણીથી વિસ્તારમાં અનેક લોકો બીમાર થયા છે

વડોદરા શહેરના ઇ વોર્ડ નં 7 નાગરવાડા ના લોકોની અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. અસંખ્ય મચ્છરોના ઉપદ્રવના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જો ખરેખર શહેરમાં થતી કામગીરીનું પરિણામ જોવું હોય તો ચોમાસાની ઋતુમાં ખબર પડે છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેટલા કામો થયા અને કેટલા કામો બાકી છે. શહેરની જો વાત કરવામાં આવે તો શહેરના સ્લમ વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ધ્યાન રાખવામાં નથી આવતું. આ વિસ્તારમાં રહેનાર લોકો સામે અન્યાય થઈ રહ્યો છે .
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થઈ નથી. કોર્પોરેટર અહીં જોવા પણ નથી આવતા તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે. ગંદકી અને ગંદાપાણીના કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા છે. સાફ-સફાઈ ન થાય તો રોગચાળાના ફાટી નીકળવાનો ભય પણ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન અહીંના લોકોની વાત સાંભળતી નથી કે કોઈ અહીંના લોકોની સમસ્યાનો નિરાકરણ લાવતા નથી. આ બાબત પર સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહે છે.
સ્થાનિકોએ જણાવ્યું કે, દર ચોમાસે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો અમારે કરવો પડતો હોય છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી. ગંદા પાણીને કારણે ઘરે-ઘરે લોકો બીમાર થઈ રહ્યાં છે. મેલેરિયા, ટાઈફોઈડ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગો લોકોને થઈ રહ્યા છે. જો આવી જ સમસ્યા રહેશે તો ગંદા પાણીને કારણે કોલેરા પણ ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.
અન્ય સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ સમસ્યા છેલ્લા 3 વર્ષથી છે પીવાના પાણીમાં ખૂબ જ દુર્ગંધ આવે છે અને સાથે જ જીવજંતુઓ પણ અંદર જોવા મળતા હોય છે. દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણી પીવાથી નાના નાના બાળકો બીમાર પડી રહ્યા છે. બીમારીના ભયથી મજબૂરીમાં પાણી પીવું પડે છે. લોકો કહી રહ્યા છે કે ગંદકી એટલી બધી છે કે જમવાનું પણ ભાવતું નથી. કોર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચે છે. તો આ પૈસા જાય છે ક્યાં ? અને આ લોકોની સમસ્યાનો અંત ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે. સ્થાનિકો નું કેહવુ છે ગંદા કાળા પીવાથી અમારા વિસ્તારમાં થોડા સમય અગાઉ બે લોકો ના મૃત્યુ થયા છે. પાલિકાની કચેરીએ ફોન કરીએ તો અધિકારીઓ રજા પર છે એમ કહી ફોન મુકી દે છે. કોઈ જવાબ આપતું નથી ને કોઈને કામ કરવું નથી હવે કોઈપણ પ્રકારની બાદબાકી થઇ બીવારીથી મૃત્યુ થશે તેની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની રહેશે આજે મેં અહીંયા અમારા વાળ ઓફિસે દોશી તેને ગંદુ પાણી જે અમે લોકો રોજ પીએ છે એ લઈને એ સમસ્યાને લઈને આજે પાલિકાની કચેરીએ આવ્યા છે અને વાળ કચેરીને અમે બંધ કરી દીધી છે જ્યાં સુધી તમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અહીંયા મેં કામ નહીં કરવા દઈએ અમારા વિસ્તારના કાઉન્સિલર ભૂમિકાબેન મનોજભાઈ અમિતભાઈ કોઈ સાંભળવા તૈયાર નથી તમારા ફોન પણ લેતા નથી જો અમારા નાગરવાડા માડી મળવામાં રસિત પાણીથી બનાવ બન્યો તેની સંપૂર્ણ જવાબદારી કચેરીના અધિકારી અને કોર્પોરેટરોની રહેશે.

Most Popular

To Top