Vadodara

ઇસ્કોન મંદિરનું ટીપી રોડ પરનું દબાણ પાલિકાના વહીવટદારો ક્યારે તોડશે ?


દબાણ ના તોડવા ડેપ્યુટી મેયરનું દબાણ



ભાજપ હંમેશા હિન્દુઓનો પક્ષ લે છે. હિન્દુ મંદિરોને મદદ કરે છે એ વાત સાચી પણ ઘણી વખત એમાં હદ પાર પણ થઈ જાય છે. ગોત્રી રોડ ઉપર ટીપી રોડ ઉપર ઇસ્કોન મંદિર આવેલું છે. એ ઈસ્કોન મંદિરવાળાઓએ ટીપી રોડને જ પોતાનામાં સમાવી લઈ ત્યાં રસોડું બનાવી દીધું છે અને હોટલ પણ બનાવી કાયદેસર ચલાવે છે એક રીતનો વ્યવસાય ગણાય. દબાણ શાખા વાળા આ રોડ ખુલ્લો કરવા માગે છે. ત્યારે બીજી બાજુ ટીપીનો આ રોડ મફતના ભાવે ઈસ્કોન મંદિરવાળા પચાવી પાડવા માગે છે .
ટીપીનો રોડ વેચાય નહીં. નિયમોનું ઉલ્લંઘન થાય. આ રોડ રસ્તા ખુલ્લા કરવા જોઈએ. ગરીબોના ઝૂંપડા જો દબાણમાં આવતા હોય તો પાલિકા ઝડપી કાર્યવાહી કરે છે તો આ ઈસ્કોન મંદિરમાં જે ગેરકાયદેસર દબાણ કરેલું છે તેની સામે પાલિકાએ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ પણ કરવી જોઇએ અને પાલિકાની જગ્યા છે તો ગમે ત્યારે પાલિકા તોડી શકે છે.

પરંતુ સૂત્રો ના જણાવ્યા મુજબ અંદરથી જે માહિતી મળી છે જેમાં પોતાના સ્વાર્થ માટે નામ હિન્દુઓનું આપીને પાલિકાના સત્તાવાળાઓને માથાભારે બીજેપીના નેતાઓ ધમકાવે છે અને દબાણ કરે છે. આ કામગીરી નહીં કરવા માટે હાલના ભાજપના ડે. મેયર ચિરાગ બારોટ આ કામગીરીના આડે આવી પાલિકા પર દબાણ કરે છે ના તોડવા માટે આ રોડા નાખે છે. હિન્દુઓના નામથી ભાજપ છે. એવી ધાક ઉભી કરે છે. તો ગરીબોના મકાન, લારીઓ ગેરકાયદેસર હોય તો તમે કેમ એને તોડો છો. ઘરબાર વગરના કરી નાખો છે.

Most Popular

To Top