21 સપ્ટેમ્બર ના રોજ એન્ટરન્સ ટેસ્ટથી પ્રથમ બેચની શરુઆત થશે
એન્ટરન્સ ટેસ્ટમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને રૂ.1.50 લાખ સુધીની સ્કોલરશીપ થકી સંપૂર્ણ ટ્યુશન ફી ઇન્દુ ફાઉન્ડેશન ચૂકવશે
(પ્રતિનિધિ) વડોદરા તા.12
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હવે વડોદરા શહેરમાં ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા GPSC તાલીમ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ,જેમાં આગામી તા.21 મી સપ્ટેમ્બર ના રોજ સ્કોલરશીપ એન્ટરન્સ ટેસ્ટથી પ્રથમ બેચનો પ્રારંભ થશે. આ સ્કોલરશીપ એન્ટરન્સ ટેસ્ટમાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ થકી સંપૂર્ણ ટ્યુશન ફી ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા ચૂકવાશે તદ્પરાંત અહીં પર્સનાલિટી ડેવલોપમેન્ટ થકી વિધ્યાર્થીઓ ને માર્ગદર્શન સાથે તાલીમ આપવામાં આવનાર છે.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ની એપ્રિલ -2026 ની સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારીઓ માટે વડોદરા શહેરમાં ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા નવી શરૂઆત કરવામાં આવી છે. જેમાં આગામી તા.21 સપ્ટેમ્બર ના રોજ વડોદરા ખાતે સ્કોલરશીપ એન્ટરન્સ ટેસ્ટ લેવામાં આવનાર છે. વડોદરા શહેર જિલ્લાના 35 વર્ષથી નીચેની વયના વિધ્યાર્થીઓ આ પરીક્ષામાં મોટી સંખ્યામાં ભાગ લેશે તદ્પરાંત અગાઉ જેઓ GPSC ની પરીક્ષા આપી હોય પરંતુ ઉતીર્ણ નથી થ ઇ શક્યા અથવા તો પ્રિલીની પરીક્ષા પાસ કરી હોય પરંતુ ઇન્ટરવ્યૂ માં પાસ ન થયા હોય તેવા વિધાર્થીઓ પણ આ સ્કોલરશીપ એન્ટરન્સ ટેસ્ટ આપી શકશે. આ સ્કોલરશીપ એન્ટરન્સ ટેસ્ટમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને રૂ.1.50 લાખ સુધીની સ્કોલરશીપ થકી સંપૂર્ણ ટ્યુશન ફી ઇન્દુ ફાઉન્ડેશન ચૂકવશે. અહીં દરરોજના છ કલાક દીઠ છ મહિનામાં 800 કલાક થી વધુની તાલીમ સાથે પર્સનાલિટી ડેવલોપમેન્ટ થકી સંપૂર્ણ માર્ગદર્શન પણ આપવામાં આવનાર છે.આ સેન્ટર રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામા સફળતા મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સાબિત થશે.વડોદરા શહેર- જિલ્લા થી શરુઆત કરી દરેક યુવાઓને યોગ્ય માર્ગદર્શન અને તાલીમ આપી તેઓને રાજ્ય/રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવવા ‘તેરા તુજકો અર્પણ ‘ની ભાવનાથી સૌ રાષ્ટ્રપ્રેમ અને પ્રજા સેવાની ભાલના સાથે જોડાય તેવા સંસ્થાના પ્રયાસ છે.આધુનિક શિક્ષણ પધ્ધતિ, અનુભવી ફેકલ્ટી અને ટેક્નોલોજી આધારિત સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે હાલ GPSC ની પરીક્ષા થી શરુઆત કરવામાં આવશે ત્યારબાદ UPSC,GPSC, બેકિંગ, ઇન્સયોરન્સ, રેલવે તથા ડિફેન્સ ક્ષેત્રે પણ તાલીમનું લાંબા ગાળાનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમની સાથે સાથે પર્સનાલિટી ડેવલોપમેન્ટ, કોમ્યુનિકેશન અને ઇન્ટરવ્યૂ સ્કીલ્સ, પર્સનલ મેન્ટોરિગ પ્રોગ્રામ જેવા પ્રકલ્પોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.જેના માટે મનુભાઇ ટાવર ખાતે ક્લાસ શરૂ કરાયા છે જેમાં સ્માર્ટ ક્લાસ સાથે પ્રોજેક્ટર, ડિજિટલ સ્ક્રીન,એ.સી.અભ્યાસખંડ,મફત લાઇબ્રેરી, ઓનલાઇન લર્નિંગ પોર્ટલ,મોક પરીક્ષાઓ માટે કોમ્પ્યુટર લેબ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.આગામી તા.21મી સપ્ટેમ્બર ના રોજ યોજાનાર સ્કોલરશીપ એન્ટરન્સ ટેસ્ટ માટેની વિસ્તૃત માહિતી માટેની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ઇન્દુ ફાઉન્ડેશનના ડો. વિજય શાહ, દંડક બાળુભાઇ શુકલ, સાંસદ ડો. હેમાંગ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ, સિધ્ધાર્થ ભાઇ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.