વડોદરા મહાનગરપાલિકાના સ્મશાનમાં ભુત પી રહ્યા છે દારૂ ?
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા તરસાલી સ્મશાન ગૃહમાં ઠેરઠેર વિદેશી દારૂની ખાલી બોટલ અને દેશી દારૂની પોટલીઓ નજરે પડી રહી છે, ત્યારે સિક્યોરિટી શાખાના માનીતા ઇજારદાર શિવ સિક્યોરિટી સર્વિસના આળસુ સિક્યોરિટી ગાર્ડ કેવી રીતે ફરજ બજાવી રહ્યા છે તે દીવા જેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ ઉપરાંત , તરસાલી સ્મશાન ગૃહ માં અંતિમ ક્રિયા માટે લાવવામાં આવતા મૃતદેહ માટે લાકડાનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે. એટલે કે સ્મશાન ગૃહમાં કામ કરતા માણસ દ્વારા લાકડાના રૂપિયા લેવામાં આવે છે . પરંતુ તેની પાવતી આપવામાં આવતી નથી. એટલે કે મીલીભગત થી તરસાલી સ્મશાન ગૃહમાં વહીવટ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલની લાપરવાહી થી આ બધો કારોબાર ચાલી રહ્યો છે તેની વિજિલન્સ તપાસ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા વિજિલન્સ ઓફિસર સુરેશ તુવેર ને હુકમ કરવામાં આવ્યો છે પરંતુ પાલિકાના અધિકારીઓ એકબીજાના પાપ ને છાવરી રહ્યા હોય તેવી કામગીરી વિજિલન્સ ઓફિસર સુરેશ તુવેર દ્વારા કરવામાં આવી રહી છે.
તરસાલી સ્મશાન ગૃહમાં દારૂની મહેફિલ જામી રહી છે, ગેરકાયદેસર લાકડાનું વેચાણ કરી પાલિકા તિજોરીને નુકશાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિજિલન્સ ઓફિસર તરીકે ઈમાનદારીથી કામગીરી કરી ફરિયાદનો યોગ્ય રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર ને કરવામાં આવે તેવી અપેક્ષા વિજિલન્સ ઓફિસર સુરેશ તુવેર પાસે રાખવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી યોગ્ય તપાસ જ કરવામાં આવી નથી, આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલની પૂછપરછ કરવામાં આવી નથી,લેખિત ખુલાસા પૂછવામાં આવ્યા નથી ત્યારે ” ભ્રષ્ટાચાર મુક્ત ભારત ” અભિયાનના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સપના ને વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો દ્વારા સાકાર કરવાને બદલે ભ્રષ્ટાચારમાં લિપ્ત પાલિકા અધિકારીઓ ” હમ સાથ સાથ હૈ “જેવી રીતરસમો અપનાવી રહ્યા છે .
ઇજારદાર શિવ સિક્યોરિટી સર્વિસની બેદરકારીથી તરસાલી સ્મશાન બન્યું દારૂડિયાનો અડ્ડો
By
Posted on