Vadodara

આ વડોદરા પાલિકા શું કરવા બેઠી છે ! ગણપતિનો મંડપ તોડી પાડ્યો….

વાઘોડિયારોડ સ્થિત પૂનમ કોમ્પલેક્ષ નજીક ગણેશોત્સવ માટે તૈયાર કરવામાં આવેલા પંડાલને પાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવતા સ્થાનિકોમા રોષ

કોઇક રાજકીય વ્યક્તિના ઇશારે આ કૃત્ય કરાયું હોવાના સ્થાનિકોના આક્ષેપો

*સવારે પાલિકાના દબાણશાખાએ પંડાલ તોડ્યું સાંજે સ્થાનિકો દ્વારા ફરી તૈયાર કરી દેવામાં આવ્યું*


(પ્રતિનિધિ) વડોદરા તા. 04

મુંબઇ બાદ ગુજરાતમાં વડોદરા શહેરમાં બીજા નંબરે ગણેશોત્સવ ભારે ભક્તિભાવ અને ધામધુમથી ઉજવવામાં આવે છે. આગામી તા. 07મી સપ્ટેમ્બર ગણેશ ચતુર્થી થી શહેરમાં ગણેશજીની સ્થાપના થઇ જશે. શહેરમાં ગણપતિ દસ દિવસનું આતિથ્ય માણવા પધારશે. જે માટે વડોદરાના વિવિધ ગણેશ મંડળો અગાઉ થી તૈયારીઓ કરી દે છે. જેમાં શ્રીજીના પંડાળો તૈયાર કરવા, મૂર્તિ બુકિંગ, આગમન, વિસર્જન તમામ તૈયારીઓ કરી દેવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શહેરના વાઘોડિયારોડ સ્થિત પૂનમ કોમ્પલેક્ષ પાસે આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર પાસેના ખુલ્લી જગ્યામાં એલબીએસ ગૃપ દ્વારા વરસાદી પાણી ન ભરાય તે માટે હંગામી સીમેન્ટ રેતીથી ઓટલો તૈયાર કરી ગણેશ પંડાળ (ઝૂંપડી સ્વરૂપે) તૈયાર કર્યું હતું પરંતુ અહીં પાલિકા તંત્ર દ્વારા ગુરુવારે સવારે આવી આ પંડાળને દૂર કરી દેવાતાં સ્થાનિકોમા આક્રોશની લાગણી ફેલાઇ હતી. એલબીએસ ગ્રૃપના આગેવાન મેહુલ કહારના આક્ષેપો મુજબ આ હંગામી ઓટલો એટલા માટે તૈયાર કર્યો હતો જેથી શ્રીજીના પંડાળની જગ્યાએ પાણી ન ભરાય અને લોકો આરતી દર્શન કરી શકે પરંતુ અહીં કાઉન્સિલર આશીષ જોશી તથા પારુલ પટેલના ઇશારે અગાઉની અદાવત રાખી આ કાર્યવાહી કરી હોવાના આક્ષેપો કર્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ અહીં ભાથીજી મંદિરની દેરી પણ તોડી પાડવામાં આવી હતી.


રોડ તથા ડિવાઇરની અંદર પંડાળ હોવા છતાં તોડી પાડવામાં આવ્યું છે.

આશીષ જોશી ઔરંગઝેબ જેવી માનસિકતા ધરાવે છે. અમે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, બાળુભાઇ શુકલને પણ આ ગણેશોત્સવ માટે દબાણો દૂર ન થાય તે માટે રજૂઆત કરી તેઓએ પણ મ્યુનિ. કમિશનર તથા દબાણ શાખાના અધિકારીઓ ને કાર્યવાહી ન કરવા કહ્યું હોવા છતાં પાલિકા ની દબાણ શાખા દ્વારા સવારે આ પંડાળ તોડી હટાવી દીધા પરંતુ ગણેશોત્સવ અમે અહીં જ કરીશું.
મેહુલ કહાર-એલબીએસ ગૃપ


ત્યાં પાકો ઓટલો તૈયાર કર્યો એટલે દબાણ હટાવ્યુ છે

કુબેરેશ્વર મહાદેવ મંદિર નજીક અહીં એ લોકોએ પાકો ઓટલો તૈયાર કરી દીધો હતો અને પાછળ પતરાં નો શેડ પણ હોય આ દબાણ દૂર કરાયું છે કોઇ રાજકીય વ્યક્તિ ના ઇશારે કામગીરી નથી કરાઇ. અગાઉ એ લોકોને સૂચના આપી હતી છતાં પાકો ઓટલો તૈયાર કર્યો છે તે ગેરકાયદેસર છે.
સુરેશ તુવેર-ડેપ્યુટી મ્યુનિ. કમિશનર, વડોદરા મહાનગરપાલિકા

Most Popular

To Top