વડોદરા તાલુકાના આસોજ ગામ ખાતેથી છેલ્લા 25 વર્ષથી અંબાજી મંદિરે પગપાળા યાત્રા યોજી ધજા ચઢાવવામાં આવે છે.



(પ્રતિનિધિ) વડોદરા તા.07
વડોદરા જિલ્લાના આસોજ તાલુકાના માંઇ ભક્તો દ્વારા છેલ્લા 25 વર્ષોથી માળી પરિવાર દ્વારા અંબાજી સુધી પગપાળા યાત્રા યોજી ભાદરવી પૂનમના દિવસે ધજા ચઢાવવામાં આવે છે ત્યારે આ વર્ષે ભાદરવી પૂનમે 21 ગજની ધજા મંદિર પર ચઢાવવામાં આવી હતી.


વડોદરા તાલુકાના આસોજ ગામ ખાતેથી છેલ્લા 25 વર્ષથી જગદીશભાઈ માળી તેમના પરિવાર સાથે અંબાજી દર્શન કરવા પગપાળા યાત્રા યોજે છે અને શ્રી આરાસુરી અંબાજી રથ પદયાત્રા સંઘ દ્વારા માતાજીના મંદિરે ધજા ચઢાવવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીને 21 ગજની ઘજા અંબાજી મંદિર ખાતે ચઢાવવામાં આવી હતી. આ સમગ્ર પગપાળા યાત્રામાં માળી પરિવારના નાના મોટા, મહિલાઓ સહિત સૌ ધજા લઈ નિકળે છે ત્યારે તેઓનું માઇભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવે છે.