આસરસા ગામે સમુદ્રદેવ રૂઠ્યો,દરિયામાં ડૂબતો લાઈવ વિડીયો..!!
દરિયામાં ભરતી આવતા હકડેઠઠ બેઠેલા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળતા ભારે અફડાતફડી.
સર્વે કરતી કંપનીએ આસરસા ગામની 19 બોટ ભાડેથી લીધી હતી
પાણીની ભરતી આવી એટલે 50થી 60 લોકો બોટમાં ચઢતા હાલકડોલક થવા લાગી: મૃતકનો પુત્ર
ભરૂચ,તા.7
શનિવારે સમીસાંજે આસરસા ગામે ONGC ઓઈલ સર્વે માટે એક પ્રાઈવેટ કંપનીની જતી બોટને સમુદ્રદેવનું ગ્રહણ નડ્યું હતું.એક બોટમાં હકડેઠઠ શ્રમિકો વિડીયો વાયરલનાં દ્વશ્યો સામે આવ્યા છે.દુર્ઘટનામાં ખુદ બોટના માલિકે દમ તોડ્યો હતો. ત્યાં સુધીમાં એક કામદાર હજુ લાપતા છે.ભરતીનું પાણી વધતા ક્ષણવારમાં બોટ ઉંધી વળી જતા ગોઝારી દુર્ઘટના બની હતી.
જંબુસર તાલુકામાંથી પસાર થતાં અરબી સમુદ્રમાંથી ખનીજતેલ અને કુદરતી ગેસનું સંશોધન કરવાના પ્રોજેકટ હાથ ધરાયો છે.આ પ્રોજેકટ અંતર્ગત દરિયામાં સર્વે કરવાની કામગીરી માટે ONGC દ્વારા એશિયન એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. એશિયન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ આસરસા ગામની 19 બોટ ભાડે લીધી હતી.જેમાં શનિવારનો દિવસ ગોઝારો નીવડતા હકડેઠઠ શ્રમિકો બોટ બેઠા હતા.જો કે ભરતીને કારણે પલટી ખાઈ ગઈ હતી.જેમાં બોટ માલિક રોહિતભાઈ ગણપતભાઈ મકવાણાનું મોત નીપજ્યું હતું.જયારે વધુ એક શ્રમિક હજુ લાપતા છે.
મૃતકના પુત્ર પ્રતીક મકવાણાએ ભારે હૈયે જણાવ્યું હતું કે, પાણીની ભરતી આવી એટલે 50થી 60 લોકો બોટમાં ચઢી ગયાં હતા.બોટની કેપેસીટી કરતા વધારે બેસતા હાલકડોલક થવા માંડી.જેમાં આખરે બોટ પાણીમાં પલટી ખાઈ ગઈ.જેમાં મારા પિતાનું મોત થયું છે.માંડ બે દિવસથી જ કામ શરુ થયું છે.કોઈએ જેકેટ પહેર્યા ન હતા…