Vadodara

આવતીકાલે શરદપૂર્ણિમાની શહેરમાં ઉજવણી કરવામાં આવશે, કેટલીક જગ્યાએ ગરબાનું આયોજન પણ કરાશે…

આવતીકાલે આસો સુદ પૂનમ એટલે શરદ પૂર્ણિમા આ દિવસે ચંદ્રમાં પોતાની પૂર્ણ કરાયેલા હોય છે અને આ રાત્રી દરમિયાન ભગવાન ચંદ્રમાને ખીર અર્પણ કરવી જોઈએ ચંદ્રના કિરણો એ ખીર પર આપવાથી રોગોમાંથી રાહત મળે છે માટે ચંદ્રને આ દિવસે ખાસ દૂધમાંથી બનાવેલ ખીર અર્પણ કરવી વિશેષ કરી શરદપૂર્ણિમાએ દિવસે ભગવાન લક્ષ્મીનારાયણના પૂજનનું ખૂબ વિશેષ મહત્વ છે આ દિવસે ખાસ કરીને લક્ષ્મીનારાયણનું પૂજન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે શરદપૂર્ણિમાના દિવસે ખાસ કરીને વિદ્વાન બ્રાહ્મણો જોડે શ્રી સૂક્તના 16 પાઠ કરાવવા સાથે વિષ્ણુ સહસ્ત્રના નામના પણ પાઠ કરવા લાભકારી રહે ભગવાન વિષ્ણુને સહસ્ત્ર તુલસીદલ અર્પણ કરવા ખાસ કરીને ચંદ્ર મહારાજને અને શ્રીકૃષ્ણને ખીરું નું નૈવેદ્ય અર્પણ કરવું રીંમ ચંદ્રાય નમ:, કલિમ કૃષ્ણય નમઃ આ મંત્ર ની એક માળા કરવી.

ખાસ કરીને જે જાતકોને ચંદ્ર નબળો હોય આત્મવિશ્વાસ નબળો હોય સાથે નકારાત્મક વિચારો આવતા સાથે નિર્ણય શક્તિ શૂન્ય હોય અથવા નબળી હોય એવા જાતકોએ ખાસ કરીને આજના દિવસે ચંદ્રની ઉપાસના કરવી જોઈએ ચંદ્ર સ્તોત્રના પાઠ કરવા જોઈએ એ લાભકારી રહે અથવા રીમ ચંદ્રાય નમ: આ મંત્ર ના જપ કરવા તેવુંજ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષીએ જણાવ્યું હતું.

Most Popular

To Top