*સ્ટાર્ટઅપ માટેના કાર્યક્રમો, ભીંત ચિત્રો, વડોદરા શહેરના મહત્વના સ્થળોનુ સુશોભન સહિત 250 જેટલી જગ્યાઓએ ડેકોરેશન તથા લાઇટિંગ કરવામા આવી રહી છે*
*સાંજે 7 કલાકે કાલાઘોડા થી જન મહાલ સુધી “ વિકાસ પદયાત્રા” યોજાશે
પ્રતિનિધિ) વડોદરા તા. 09
દેશમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકારે 23 વર્ષ પૂરા થઇ રહ્યાં છે. દેશે વિકાસ સાથે નવા આયામો સર કર્યા છે. ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ ઉજવવા જઇ રહી છે. જેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા સેવા સેતુના કાર્યક્રમ , વિકાસ પદયાત્રા સહિત રૂ .300 કરોડથી વધુના ખાત મુહુર્ત, લોકાર્પણો સાંસ્ક્રુતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શની, સોશીયલ તથા ડિઝીટલ મીડિયા થી ઝુંબેશ ચલાવશે. સાથે સાથે સ્ટાર્ટઅપ માટેના કાર્યક્રમો, ભીંત ચિત્રો, વડોદરા શહેરના મહત્વના સ્થળોનુ સુશોભન સહિત કેટલાક જગ્યાઓએ ડેકોરેશન તથા લાઇટિંગ કરવામા આવી રહ્યાં છે. સાથે રોડ, ડિવાઇડરો રેલિંગ, ગ્રીલોનુ રંગ રોગાણ તથા વૃક્ષોનુ ટ્રીમિંગ કટિંગ તથા સફાઇ કરવામા આવી રહી છે. વડોદરા શહેર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ તથા શહેરની કોલેજોમા વિવિધ નિબંધ સ્પર્ધા, ચિત્ર પ્રદર્શની, તથા ક્વીઝ કોમ્પીટીશન જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.
આવતીકાલે સાંજે સવા છ કલાકે આજવારોડ સ્થિત પંડિત દિનદયાલ નગરગૃહ ખાતેથી ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અંદાજીત રૂ.300કરોડના વિવિધ કામોનુ લોકાર્પણ, ખાતમુહુર્ત કરવામા આવશે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રીએ નગરજનોને કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું છે.વધુમા તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમોમા જોડાઇ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના પ્રધનમંત્રીના સુત્રને ફલીતાર્થ કરીએ તેમ જણાવ્યું છે 7મી ઓક્ટોબર, 2001નો સુર્યોદય 21મી સદીના ભારતના ઇતિહાસમા એક નવલુ પ્રભાત લઇને આવ્યો હતો નરેંદ્રભાઇ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લિધા અને ગુજરાતને ભારતનુ ગ્રોથ એન્જીન બનાવી વિકાસની રાજનીતીના એક નવા અધ્યાયની શરૂઆત કરી વર્ષ-2014 થી પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળી ગુજરાત અને ભારતને ગ્રોથ એન્જીન બનાવી ગરીબો, મહિલાઓ , ખેડૂતો અને યુવાઓ માટે વિવિધ યોજનાઓ થકી ભારતના સર્વાંગી અને સર્વ સમાવેશક વિકાસ સાધી ભારતને વિશ્વ સત્તા બનાવવાની દિશામા પરિણામ લક્ષી યોજનાઓ થકી વિકાસ સાધ્યો છે. ત્યારે 23 વર્ષ પુર્ણ થયાના અવસરે 7 થી 15 ઓકોબર,સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.