Vadodara

આવતીકાલે વડોદરામાં યોજાનારી ઇન્ટરનેશનલ મેરેથોન દોડના રૂટ, ટ્રાફિક, સુરક્ષા વ્યવસ્થાની પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી

વાહન પાર્કિંગ, રૂટ ડાયવર્ઝન, અલગ અલગ ફોર્મેટમાં દોડના રૂટ,ભાગ લેનારા દોડવીરો સહિતની વ્યવસ્થાનું નિરિક્ષણ કરાયું

શહેરમાં આવતીકાલે રવિવારે નવલખી મેદાનમાં યોજાનારી ઇન્ટરનેશનલ મેરેથોન દોડના 12મી સીઝનમાં વિશ્વના સાત દેશોના 1,23,921દોડવીરો વિવિધ છ કેટેગરીમાં દોડનાર છે ત્યારે સમગ્ર રૂટ સાથે પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થા, વાહનો ટ્રાફિક ડાયવર્ઝન સહિતની વ્યવસ્થા સુચારુ બને તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે નવલખી મેદાનથી લઈ સમગ્ર રુટની વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે જ આ પ્રસંગે ફ્લેગ ઓફ કરાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી વડોદરામાં પધારનાર હોય તેમના રૂટ તેમજ નવલખી મેદાન ખાતે સુરક્ષા વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓ ને જરૂર સૂચનાઓ આપવામાં આવી હતી.

આવતીકાલે રવિવારે વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોન દોડની 12મી સીઝનમાં ભારત યુએઇ સહિત સાત દેશના 1,23,921 દોડવીરો ભાગ લેવાના છે સસ્ટેનેબિલિટી થીમ પર આયોજિત આ 12મી સીઝનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વડોદરા ખાતે પધારશે અને ઇન્ટરનેશનલ મેરેથોન દોડને ફ્લેગ ઓફ કરી રવાના કરશે.આ દોડમાં ભારત, અમેરિકા, સિંગાપોર, ઇથોપિયા,જર્મની અને યુએઈ સહિતના દેશોના દોડવીરો ભાગ લેવાના છે આ ઇન્ટરનેશનલ મેરેથોન છ ફોર્મેટમાં અલગ અલગ કેટેગરીમાં યોજાશે જેમાં 41કિ.મી.,21કિ.મી.,10કિ.મી., 5કિ.મી., ત્યારબાદ 5કિ.મી.ફનરન અને દિવ્યાગો માટે દોડ યોજાશે જેના માટે કેટલાક રૂટ ડાયવાર્ઝ કરવામાં આવ્યા છે સાથે જ પાર્કિંગ માટેના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે તથા પાણી, એમ્બ્યુલન્સ સહિતની પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે સાથે સાથે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતના મહાનુભાવોના આગમન સહિતના રૂટ અને તેઓની સુરક્ષા વ્યવસ્થા માટે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ એડિશનલ પોલીસ કમિશનર ડો.લીના પાટીલ સહિતનાઓએ આજે નવલખી મેદાન, એરપોર્ટ થી નવલખી મેદાન તથા દોડના રૂટ, પાર્કિંગ અને સુરક્ષા વ્યવસ્થા ની સમીક્ષા કરી અધિકારીઓ ને જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી.

Most Popular

To Top