સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૧મી ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ ને શનિવારના રોજ સવારે ૦૬-૩૦ થી ૦૮-૩૦ કલાક દરમિયાન યજ્ઞ પુરૂષ હોલ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તેવા આશય સાથે આ યોગ શિબિરનું આયોજન કરાયું છે. નગરશ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, નગરજનો કાર્યક્રમમાં જોડાશે.
૦૦૦૦૦