આવતીકાલે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વડોદરા શહેર કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વડોદરાના મહેમાન બનશે

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી, જનતાના વિવિધ પ્રશ્નો મુદ્દે આગામી સમયમાં કોર્પોરેશન, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ઉતારશે
વડોદરામાં ગત વર્ષે આવેલા માનવસર્જિત પૂર તથા પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ, રોડ રસ્તાઓ, ડ્રેનેજ સહિતના મુદ્દે જનતા વચ્ચે પાર્ટી જશે
ગત 22મી ડિસેમ્બરના રોજ અડાલજ ખાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહેલા શંકરસિંહ વાઘેલા દ્વારા પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત સાથે નવીન રાજકીય પાર્ટીની શરુઆત કરતાં રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે ત્યારે આ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વડોદરામાં જેલરોડ સ્થિત યવતેશ્વર મહાદેવ મંદિર કંપાઉન્ડ ખાતેના નવીન કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવતીકાલે કાલે સાંજે સાડ ત્રણ થી છ વાગ્યા દરમિયાન શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહેનાર છે.અહી રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રાજપૂત કરણી સેનાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ સહિતના લોકો આ પક્ષ સાથે જોડાઇ શહેરની જનતાના વિવિધ પ્રશ્નો મુદ્દે તેઓ વાચા આપશે અને આ પક્ષ જિલ્લા, તાલુકા પંચાયત સાથે જ કોર્પોરેશનના ઇલેક્શન પણ આગામી દિવસોમાં પોતાના ઉમેદવારોને ઉતારશે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે રાજકીય ચહલપહલ વધી છે.