Vadodara

આવતીકાલે ઋષિ પાંચમ: જાણ્યે-અજાણ્યે થયેલા પાપથી બચવા માટે ઋષિપાંચમ કરવામાં આવે છે..

આવતીકાલે ઋષિ પાંચમ/સામા પાંચમ :જાણ્યે-અજાણ્યે થયેલાં પાપથી બચવા માટે ઋષિ પાંચમનું વ્રત કરવામાં આવે છે, આ દિવસે અનાજ, શાકભાજી અને મીઠાના સેવનથી બચવું ભાદરવા મહિનાની પાંચમ તિથિ છે. તેને ઋષિ પાંચમ કે સામા પાંચમના નામથી ઓળખવામાં આવે છે. આ તિથિ મહિલાઓ માટે વિશેષ મહત્ત્વ રાખે છે. ઋષિ પાંચમ પર કરેલા વ્રતથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપના દોષ દૂર થઈ જાય છે. માન્યતા છે કે સ્ત્રીઓને રજસ્વલા ના દિવસોમાં અનેક પ્રકારના દોષ લાગે છે. ઘણી વખત મહિલાઓ આ સમયમાં ઘર ના મંદિરમાં જતી રહે છે, તુલસીનો સ્પર્શ કરી દે છે, આવા જ દોષની અસર નષ્ટ કરવા માટે ઋષિ પાંચમ પર સપ્તઋષિઓની પૂજા થાય છે અને પાપ માટે માફી માગવામાં આવે છે. એટલે તેને ઋષિ પાંચમ કહેવામાં આવે છે. જાણો ઋષિ પાંચમ સાથે જોડાયેલી ખાસ વાતોઋષિ

1 પાંચમના મહિલાઓને અનાજ, શાકભાજી અને મીઠું ખાવાથી બચવું જોઈએ. આ દિવસે મોરૈયા(સામો)નું સેવન કરવું જોઈએ.
2 આ દિવસે દેવી-દેવતાઓને નહીં, પરંતુ સપ્તઋષિઓની પૂજા કરવી જોઈએ. તમામ ઋષિઓને પંચામૃત, ફૂલ-હાર, મીઠાઈ અને ફળ ધરાવો. દીવો પ્રગટાવી આરતી ઉતારો અને તમામ દોષ દૂર કરવા પ્રાર્થના કરો.
ઋષિ પાંચમનું વ્રત દરેક મહિલાઓ કરી શકે છે.
3 ઋષિ પાંચમના દિવસે તમારા ઘરમાં જ સપ્તઋષિઓની મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ. જો તે શક્ય ન હોય તો કોઈ મંદિરમાં પણ ઋષિઓની પૂજા કરી શકાય છે.
ઋષિ પાંચમના દિવસે દેવી અરુંધતીની પણ પૂજા કરવી જોઈએ.
4 ઋષિ પાંચમના દિવસે સફેદ વસ્ત્ર પહેરીને પૂજા-પાઠ કરવા જોઈએ અને કોઈ બ્રાહ્મણ પાસે ઋષિ પાંચમની કથા સાંભળવી જોઈએ.
સામા પાંચમ વ્રત વિધિ અને વ્રત કથા- આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓ રજોદર્શન દરમિયાન જાણ્યે-અજાણ્યે થયેલાં દોષના નિવારવા માટે આ વ્રત કરે છે. આ વ્રત ઋષિપંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠીને અઘેડાનું દાંતણ કરી, શરીર પર માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાંખી નહાવું જોઈએ.
5 આ દિવસે સામો ખાવો, ફળાહાર કરવો. અનાજ ખાવું નહીં. સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિ ભાવથી પૂજા કરવી. આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યાર બાદ તેનું ઊજવણું કરવું. એ વખતે અરુંધતી સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી, યથાશક્તિ દાન-દક્ષિણા આપવી.

Most Popular

To Top