Vadodara

આવતીકાલથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત,અમાસે સર્વ પિતૃ શ્રાધ્ધ સાથે પૂર્ણ..

તા.28સપ્ટેમ્બર ભાદરવા વદ અગિયારસ ના દિવસે શ્રાદ્ધ માટે પડતર દિવસ

શ્રાદ્ધના માધ્યમથી જ પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થાય છે શ્રદ્ધાથી કરેલા શ્રાદ્ધ કર્મથી જ પિતૃ કૃપા પ્રાપ્ત થાય છે

આવતીકાલે તા.18 સપ્ટેમ્બર થી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે અને 02જી ઓક્ટોબરે ભાદરવા વદ અમાસના દિવસે સર્વ પિતૃ શ્રાધ્ધ સાથે શ્રાધ્ધ પક્ષ પૂર્ણ થશે.
આપણા શાસ્ત્રમાં ત્રણ ઋણ નો વિશેષ ઉલ્લેખ કર્યો છે દેવ, ઋષિ અને પિતૃ ઋણ જેમાં પિતૃ ઋણ કેવલ શ્રાદ્ધ ના માધ્યમથી જ ઉતરી શકેશ્રાદ્ધ કરવાનો અધિકાર જ્યેષ્ઠ પુત્રને અને નાના પુત્રને હોય છે કોઈ શ્રાદ્ધ કરતા ન હોય તો સગોત્રી શ્રાદ્ધ કરી શકે છે એ પણ ન હોય તો સ્ત્રી પોતાના પતિનું પણ શ્રાદ્ધ કરી શકે છે. જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષીના જણાવ્યા અનુસાર, જેને પોતાના પિતાની તિથિ યાદ ન હોય તે પોતાના પિતાનું શ્રાદ્ધ આઠમના દિવસે કરી શકે જેને પોતાની માતાની તિથિ યાદ ના હોય તે પોતાના માતાનું શ્રાદ્ધ નોમના દિવસે કરી શકે કોઈ પિતૃઓની તિથિ યાદ ન હોય તો તે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરી શકે જેમના મૃત્યુ અકસ્માતથી અથવા હત્યા થઈ હોય અથવા તો આત્મહત્યા કરી હોય તેમના દરેકનું શ્રાદ્ધ ચૌદસના દિવસે જ કરવું અને વિશેષ શ્રાદ્ધ એ મનુષ્ય જીવનના કલ્યાણનો એક ઉત્તમ માર્ગ છે. વિશેષ કરી શ્રાદ્ધ ની અંદર વિદ્વાન બ્રાહ્મણો જોડે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરાવવા જોઈએ તર્પણ પિંડદાન કરાવવા જોઈએ બ્રહ્મ ભોજન કરાવવા જોઈએ ગૌગ્રાસ ગાયને ખવડાવવું કુતરા અને ખવડાવું અને કાગવાસ આ વસ્તુ કરવી જ જોઈએ ને શ્રાદ્ધના પંદર દિવસ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ “ઓમ નમો ભગવતે વાસુદેવાય” આ મંત્ર કરવો ખાસ કરીને શ્રાદ્ધના 15 દિવસ દરમિયાન પિતૃઓનો વાસ પૃથ્વી પર હોવાથી રવિવાર સિવાય દરરોજ પીપળે મધ્યાનકાળ એટલે કે પિતૃકાળ કહેવાય અંદાજિત બપોરે 11:00 વાગ્યા થી પોણા એક દરમિયાન નો સમય એ પિતૃકાળ હોય છે આ સમય દરમિયાન પીપળે કાળા તલ દૂધ અને પાણી ચઢાવવું લાભકારી હોય છે..

આવતીકાલથી શરૂ થતા શ્રાદ્ધ વિશે

18-09-2024 ભાદરવા સુદ પૂનમ- બુધવાર -એકમનુ શ્રાદ્ધ
19-09-2024- ભાદરવા વદ બીજ-ગુરુવાર- બીજનું શ્રાદ્ધ
20-09-2024-ભાદરવા વદ ત્રીજ-શુક્રવાર-ત્રીજનુ શ્રાદ્ધ
21-09-2024-ભાદરવા વદ ચોથ-શનિવાર-ચોથનુ શ્રાદ્ધ
22-09-2024 ભાદરવા વદ પાંચમ- રવિવાર-પાંચમનુ તથા છઠ્ઠ નુ શ્રાદ્ધ
23-09-2024 ભાદરવા વદ છઠ્ઠ-સોમવાર-સાતમનુ શ્રાદ્ધ
24-09-2024 ભાદરવા વદ સાતમ-મંગળવાર-આઠમનુ શ્રાદ્ધ
25-09-2024 ભાદરવા વદ આઠમ-બુધવાર-નોમનુ શ્રાદ્ધ તથા સૌભાગ્યવતી નું શ્રાદ્ધ
26-09-2024 ભાદરવા વદ નોમ-ગુરુવાર-દશમનુ શ્રાદ્ધ
27-09-2024 ભાદરવા વદ દશમ-શુક્રવાર-અગિયારસ નું શ્રાદ્ધ
28-09-2024 ભાદરવા વદ અગિયારસ-શનિવાર-શ્રાદ્ધ માટે પડતર દિવસ
29-09-2024 ભાદરવા વદ બારસ-રવિવાર-બારસનુ શ્રાદ્ધ
30-09-2024 ભાદરવા વદ તેરસ-સોમવાર-તેરસનુ શ્રાદ્ધ
01-10-2024 ભાદરવા વદ ચૌદશ-મંગળવાર-ચૌદશનુ શ્રાદ્ધ તથા અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનુ શ્રાદ્ધ
02-10-2024 ભાદરવા વદ અમાસ-બુધવાર-અમાસનુ શ્રાદ્ધ તથા સર્વપિતૃઓનુ શ્રાદ્ધ

Most Popular

To Top